માસિક રાશિફળ ઓગસ્ટ 2016 - જાણો કેવો રહેશે ઓગસ્ટ મહિનો તમારે માટે

શનિવાર, 30 જુલાઈ 2016 (17:48 IST)
મેષ - ઓગસ્ટ મહિનો તમારે માટે ઉતાર ચઢાવથી ભરેલો રહી શકે છે. તમારે તમારા આરોગ્ય મામલે બેદરકારીથી બચવુ પડશે. કારણ કે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીનો યોગ બને છે. તમે હાલ શનિના ઢૈય્યાના પ્રભાવમાં છો બીજી બાજુ રાશિ સ્વામી મંગળ આઠમાં ઘરમાં છે. જેનાથી તમરા કાર્યોમાં અવરોધ આવશે. ઘાયલ થઈ શકો છો. ગુરૂના કન્યા રાશિમાં જવાથી તમારી રાશિથી ગુરૂની દ્રષ્ટિ હટી જશે જેનાથી ધનનો અપવ્યય થશે. 
 
વૃષભ - તમારી રાશિથી ચોથા સ્થાન પર શુક્રની દ્રષ્ટિ રહેશે. 11 ઓગસ્ટથી ગુરૂ રાશિથી પંચમ સ્થાનમાં રહેશે. આવામાં તમારે માટે મહિનો કેટલાક મામલામાં સારો હશે તો કેટલાક મામલામાં પરેશાન કરનારો રહી શકે છે. જે લોકો વાહન ખરીદવા માંગે છે તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે. જમીન મિલકતના મામલામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઘરેલુ પરેશાનીઓ વધશે અને સંબંધો સાથે મતભેદ થઈ શકે છે. ગુપ્ત શત્રુઓથી સાવધ રહો. 
મિથુન - તમારે માટે આ મહિનાનો પ્રથમ ભાગ ખૂબ ખર્ચાળ છે. રાશિ સ્વામી બુધ રાહુ સાથે ત્રીજા ઘરમાં હોવાને કારણે મહિનાના પ્રથમ ભાગમાં તમે માનસિક પરેશાની અને તનાવમાં રહી શકો છો. મનમાં અજાણ્યો ભય પણ રહી શકે છે. આવકના સાધનોમાં કમી આવી શકે છે. પણ 19 ઓગસ્ટથી બુધના કન્યામાં આવવાથી પરિસ્થિતિ બદલાશે અને ધન લાભના સાધન પ્રાપ્ત થશે.  નવા લોકો સાથે સંપર્ક બનશે જે તમારી ઉન્નતિમાં સહાયક બની શકે છે. 
 
કર્ક - તમારી રાશિ માટે આ મહિનો ટૂંકમાં સારો રહેશે. શરૂઆતના બે અઠવાડિયામાં આરોગ્યના મામલે થોડી પરેશાની રહી શકે છે તેથી તમારુ ધ્યાન રાખો. ત્યારબાદનો સમય તમારે માટે સુખદ રહેશે. કારણ કે તમારા ભાગ્યનો સ્વામી ગુરૂ રાશિથી ત્રીજા ઘરમાં આવીને તમને આત્મબળ અને સાહસ પ્રદાન કરશે.  તમારી કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. પરિવારમાં પરસ્પર સહયોગ અને સુખની વૃદ્ધિ થશે.  સંતાનની ઈચ્છા રાખનારા લોકોની મુરાદ ફળશે. પણ તમને સલાહ છે કે ક્રોધ પર કાબૂ રાખો અને પરિવાર સાથે વિવાદોમાં ન ઉતરશો. 
સિંહ -  સિંહ રાશિવાળાઓ માટે આ મહિનો ખૂબ જ સુખદ રહેવાનો છે. તમે તમારી યોજનાઓને પૂર્ણ કરવામાં મોટી હદ સુધી સફળ રહેશો.  ધર્મ કર્મમાં તમારી રુચિ રહેશે.  નોકરી વ્યવસાયમાં લાભની તકો પ્રાપ્ત થશે. 16 ઓગસ્ટથી સૂર્ય તમારી રાશિમાં આવી જશે જે તમારે માટે ઉત્સાહવર્ધક રહેશે. આવકના સાધન વધશે અને તમે ભૌતિક સુખના સાધનો પર ખર્ચ કરશો. 
 

કન્યા - ગયા મહિનાથી ચાલી આવતી અનેક પરેશાનીઓ આ મહિનામાં દૂર થશે. 11 ઓગસ્ટથી તમારા અનેક મામલામાં રાહતની અનુભૂતિ થશે. ધર્મ કર્મની પ્રત્યે તમારી રૂચિ વધશે અને આ તરફ અગેસર પણ રહેશો. નોકરીમાં પદોન્નતિની વાત ચાલી રહી છે તો અવરોધો પછી પણ તમને ખુશી મળી શકે છે. પણ મહિનાના અંતિમ અઠવાડિયામાં પારિવારિક જીવનમાં થોડી વાતોને લઈને મતભેદ થઈ શકે છે. સમજદારીથી કામ લેવુ પડશે. 
તુલા - શનિની સાઢેસાતીને કારણે મન અશાંત અને અસંતુષ્ટ રહેશે.  છતા પણ રાશિ સ્વામી શુક્રનો લાભ સ્થાનમાં હોવાને કારણે તમારા કેટલાક બગડેલા કામ બનશે.  મહેનત અને લગનથી લાભની તકો પ્રાપ્ત કરી શકશો. માન સન્મામની પ્રાપ્તિ થશે. વિલાસિતાના સાધનો પર ધન ખર્ચ કરશો. પારિવારિક જીવનમાં પરસ્પર તાલમેલ અને સહયોગ બન્યો રહેશે. ધર્મ કર્મમાં તમારો રસ વધશે. 
 
વૃશ્ચિક - તમારી રાશિમાં શનિ અને સાથે રાશિ સ્વામી મંગળ પણ હાજર છે જેનાથી તમે અતિ ઉત્સાહિત રહેશો. પણ આવામાં તમારે તમારી વાણી અને ક્રોધ પર નિયંત્રણ રાખવુ પડશે. નહી તો તમારા મિત્રો અને સંબંધીઓ સાથે સંબંધો બગડી શકે છે. આમ તો આ મહિને તમારા નવા લોકો સાથે સંપર્ક વધશે અને નવી યોજનાઓ પર કામ પુર્ણ લઈ શકશો. કોઈ શુભ કામમાં તમારો ધન ખર્ચ થશે અને માંગલિક કાર્યમાં સામેલ હોવાની તક મળશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ અને આવકની તકો વધશે. 
ધન - તમારે માટે માટે કન્યા રાશિમાં ગુરૂનો સંચાર પણ હાલ ખૂબ રાહત આપનારો નથી. તમે સાઢેસાતીના પ્રભાવમાં ચાલી રહ્યા છો. આવામાં તમારી આવકથી વધુ વ્યયને કારણે તમારુ બજેટ સાચવવુ મુશ્કેલ અનુભવાશે. કારણ વગરની ભાગદોડને કારણે પરેશાન રહી શકો છો. પારિવારિક મુશ્કેલીઓ વધશે અને માનસિક પરેશાની અનુભવશો. મિત્રો સાથે થોડી અનબન થઈ શકે છે. કામમુ દબાણ વધશે. ધૈર્યથી કામ લો. 
 
મકર - તમારે માટે આ મહિનો સંઘર્ષપૂર્ણ રહી શકે છે. આર્થિક મામલામાં સાચવીને ચાલવુ પડશે.  ધનનુ નુકશાન થઈ શકે છે. જ્યારે કે આવક માટે તમને ખૂબ મહેનત અને સંઘર્ષ કરવો પડશે.  સ્વાસ્થ્ય સંબંધી પરેશાની ઉપરાંત આ મહિનામાં તમને કારણ વગરની ભાગદોડને કારણે માનસિક પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી વ્યસ્તતા વધવાની છે. સંયમથી કામ લો. 
કુંભ - તમારે માટે બધુ મળીને આ મહિનો શુભ રહેવાનો છે.  11 ઓગસ્ટથી ગુરૂ ધન સ્થાન પર સ્વગૃહી દ્રષ્ટિ હોવાને કારણે તમારા લાભની તકો પ્રાપ્ત થશે.  ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. નવા વસ્ત્ર અને વાહન ખરીદવાની યોજનામાં તમે સફળ થશો. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે અને ઘરમાં માંગલિક કાર્યોનુ આયોજન થઈ શકે છે. 
 

મીન - તમારી રાશિ પર રાશિ સ્વામી ગુરૂની દ્રષ્ટિ હોવાથી તમે ધર્મ કર્મના કાર્ય કરશો. સામાજીક કાર્યોમાં પણ તમારી રુચિ વધશે. પરિવારમાં ભાઈ બંધુઓ સાથે મધુર સંબંધ બન્યા રહેશે.  સહયોગ મળશે. પણ મહિનાના અંતિમ અઠવાડિયામાં તમને તમારા આરોગ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. 

વેબદુનિયા પર વાંચો