લે ગઈ દિલ ગુડિયા જાપાન કી...જાપાની ડોલ વિશે જાણવા જેવુ...

શનિવાર, 12 નવેમ્બર 2016 (13:55 IST)
સદીયોથી જાપાનમાં ઢીંગલીઓ રોજીંદા જીવનનો એક ભાગ રહી છે. કાબુકી જાપાનની એ દુનિયા છે જે પોતાના ડાંસ ડ્રામા માટે જાણીતી છે અને આ ગુડિયા કાબુકી ની દુનિયાથી આવે છે જે પોતાના ખાસ પ્રકારની કેશ સજ્જા માટે ઓળખાય છે. 
 
દર ત્રણ માર્ચના રોજ પુત્રીઓવાળો જાપાની પરિવાર પુત્રીઓના સારા સ્વાસ્થ્ય અને ખુશી માટે હિના મસ્તૂરી નામનો તહેવાર ઉજવે છે. જેને ઢીંગલીઓ અને છોકરીઓનો તહેવાર માનવામાં આવે છે. 
 
ઢીંગલીઓના આ તહેવારનો ઈતિહાસ લગભગ હજાર વર્ષ જૂનો છે. જે ઈડો કાલ (1603-1868)થી શરૂ થાય છે. જ્યા આ પરંપરા શરૂ થઈ કે જાપાની કેલેંડરના ત્રીજા મહિનાના ત્રીજા દિવસે ઢીંગલીઓને બતાવવા માટે મુકવામાં આવે છે. 
 
ઈશિમાત્સૂ ઢીંગલીઓ જે બાળકો માટે ઓળખાય છે. આજે પણ જાપનના દરેક ઘરમાં હિના મસ્તૂરી ઉજવાય છે. આ તહેવારના થોડા દિવસ પહેલા જ છોકરીઓ અને તેમની માતા હિનાને બહાર નીકળી જાય જાય છે અને તેમને એક લાલ કપડા પર સજાવી લે છે. 
 
જાપાની ભાષામાં હિના મતલબ ઢીંગલી અને માત્સુરી મતલબ ઉત્સવ કે પર્વ હોય છે.  ઢીંગલીઓના દેશ જાપાનનો આ ઉત્સવ પણ ઢીંગલીઓ જેવો જ વ્હાલો અને અનોખો હોય છે. 
 
જાપાનનું ઈવાત્સુકી શહેર ઢીંગલીઓ માટે જાણીતુ છે.  અહી દરેક પ્રકારની ઢીંગલીઓનુ નિર્માણ થાય છે જે પેપર, લાકડી અને કપડાથી બનાવાય છે. 
 
જાપાની પરિવારમાં પહેલી છોકરી જન્મતા ઢીંગલીઓનો આખો સેટ લેવામાં આવે છે જે એક પેઢીથી બીજી પેઢી સુધી ચાલે છે. 

વેબદુનિયા પર વાંચો