Jaunpur News: જોનપુરમાં 75 વર્ષીય વૃદ્ધે 35 વર્ષની મહિલા સાથે કર્યા લગ્ન, સુહાગરાતના દિવસે થયુ અચાનક મોત

બુધવાર, 1 ઑક્ટોબર 2025 (12:15 IST)
court marriage

Jaunpur News: જૌનપુર જીલ્લાના ગૌરા બાદશાહપુર પોલીસસ્ટેશન ક્ષેત્રના કુછમુછ ગામથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેણે સમગ્ર વિસ્તારમાં હલચલ મચાવી દીધી છે. અહી 75 વર્ષીય એક વડીલે 35 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા, પણ લગ્નના બીજા દિવસે સુહાગરાતવાળા દિવસે તેનુ અચાનક મોત થઈ ગયુ. વડીલના મોત પછી ગામમાં અફવાઓનુ બજાર ગરમ થઈ ગયુ છે. પરિજનોએ મામલાને શંકાસ્પદ માની રહ્યા છે અને હવે અંતિમ સંસ્કાર પણ રોકી દેવામાં આવ્યો છે. આ મામલો પોલીસ તપાસ તરફ જતો જોવા મળી રહ્યો છે.  
 
કોણ હતા સંગરૂ રામ ? 
કુછમુછ ગામના રહેવાસી સંગ્રુ રામ એક ખેડૂત હતા જેમની પહેલી પત્નીનું એક વર્ષ પહેલા અવસાન થયું હતું. તેમને કોઈ સંતાન નહોતું અને તેઓ પોતાની ખેતીનો એકમાત્ર માલિક હતા. તેમનો ભાઈ અને ભત્રીજો દિલ્હીમાં રહે છે અને ત્યાં વ્યવસાય કરે છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, સંગ્રુ રામે ઘણા સમયથી ફરીથી લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઘણા લોકોએ તેમની ઉંમરનો ઉલ્લેખ કરીને તેમને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ માન્યા નહી.  સોમવારે, તેમણે પહેલા 35 વર્ષીય મનભાવતી સાથે કોર્ટ મેરેજ કર્યા અને પછી મંદિરમાં ધાર્મિક લગ્ન કર્યા. આ મનભાવતીના બીજા લગ્ન પણ હતા. તેમને પહેલા પતિથી બે પુત્રીઓ અને એક પુત્ર છે.
 
મનભાવતીએ મીડિયાને બતાવ્યુ 
સંગરૂએ મને કહ્યુ હતુ કે તુ બસ મારુ ઘર સાચવી લેજે, બાળકોની જવાબદારી હુ ઉઠાવીશ. લગ્ન પછી અમે આખી રાત વાતો કરતા રહ્યા. સવારે અચાનક તેમની તબિયત બગડી ગઈ અને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.  
 
ભત્રીજાઓએ રોકાવ્યો અંતિમ સંસ્કાર 
 
આ ઘટનાથી ગામમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. સંગારુ રામના ભત્રીજાઓએ મૃત્યુને શંકાસ્પદ ગણાવીને અંતિમ સંસ્કાર અટકાવી દીધા છે. ગામમાં હવે ચર્ચા થઈ રહી છે કે શું પોલીસ આ મામલાની તપાસ કરશે અને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે કે નહીં.
 
આ ઘટના અંગે આખા ગામમાં ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો તેને હૃદયરોગનો હુમલો ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક સંજોગો પર સવાલ ઉઠાવી રહ્યા છે. હાલમાં, પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી, પરંતુ પરિવારના વલણને જોતાં, આ મામલો તપાસ હેઠળ આવી શકે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર