આ દિવસે જવ ચણાનો સત્તુ, દહી ચોખા, શેરડીનો રસ દૂધથી બનેલ મીઠાઈ ખાંડ જળથી ભરેલ ઘડો અન્ન અને ગ્રીષ્મ ઋતુમાં ઉપયોગી વસ્તુઓનુ દાન કરવાની વાત કહેવામાં આવી છે. ધન હોય તો દાન જરૂર કરો. આનાથી મનને સંતોષ મળે છે. અને ચિત્ત શુદ્ધ થઈ જાય છે. અક્ષય તૃતીયા સંગ્રહ કરવાને બદલે દાન કરવાની પ્રેરણા આપે છે. આ તિથિ પોતાના નામના મુજબ અક્ષય ફળ આપવામાં સમર્થ છે.