સાબરમતી સેન્ટ્રલ જેલમાં પોલીસકર્મીએ અંડરવેયરમાં સંતાડેલી 11 તમાકુની પડીકીઓ ઝડપાઇ

બુધવાર, 11 માર્ચ 2020 (11:46 IST)
અમદાવાદની સાબરમતિ જેલ વારંવાર ચર્ચામાં રહેતી હોય છે. અહીં કોઈપણ કેદી પાસેથી મોબાઈલ જેવી ચીજવસ્તુ અનેક વાર તંત્રના હાથે લાગી છે. ત્યારે ખુદ પોલીસ પણ આ ચીજવસ્તુઓ મુદ્દે દૂધે ધોયેલી હોય તેવું નથી. પ્રાપ્ત વિગતો પ્રમાણે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓ જ કેદીને જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ પોહચાડતા હોય છે. જેલસહાયક તરીકે ફરજ બજાવતાં રૂતેશ ચૌધરી પાસેથી તમાકુની 11 પડીકીઓ મળી આવી હતી. જે મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં જેલ સહાયક રૂતેશ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સાબરમતી જેલના જેલર ગ્રુપ2 ને માહિતી મળી હતી કવ જેલના મેઈન ગેટ પાસે ઝડતી રૂમમાં જેલ સહાયક રૂતેશ ચૌધરી પાસે તમાકુની પડીકીઓ છે જેથી રૂતેશની તપાસ કરતા તેના અંડરવેયરમાં ગુપ્ત ભાગ પાસે સંતાડેલી 11 તમાકુની પડીકીઓ મળી આવી હતી. જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ લાવી કેદીને આપવાને લઈ રાણીપ પોલીસ સ્ટેશનમાં તેની સામે પ્રિઝન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર