Donald Trumph Food Menu- ટ્રમ્પ અમદાવાદમાં શુદ્ધ શાકાહારી ભોજન માણશે, જાણો મેન્યૂ

સોમવાર, 24 ફેબ્રુઆરી 2020 (11:13 IST)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ આમ તો અમેરિકાથી બહાર ક્યાંય પણ રહે છે તો તેમનું પ્રિય ભોજન જ પીરસવામાં આવે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને કેચ-અપની સાથે બીફ ખાવાનું પસંદ છે, પરંતુ અમદાવાદમાં ટ્રમ્પને શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવશે. ગુજરાતમાં બીફ પ્રતિબંધ હોવાના કારણે આવું કરવામાં આવી રહ્યું છે. અમેરિકન ટીવી ચેનલ CNN મુજબ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પોતાના મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ માટે ગુજરાતના સ્વાદિષ્ટ વ્યંજનોની વ્યવસ્થા કરાવી છે.

CNNએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની સાથે અનેકવાર ભોજન કરી ચૂકેલા એક નજીકની વ્યક્તિના હવાલાથી લખ્યું છે કે તેમને સલાડ ખૂબ પસંદ છે પરંતુ આ ઉપરાંત તેમને કોઈ શાકાહારી ભોજન લેતાં નથી જોયા. જોકે અમદાવાદમાં ટ્રમ્પને આવું કરવું પડી શકે છે. 36 કલાકના આ ભારત પ્રવાસ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અનેકવાર પીએમ મોદીની સાથે ભોજન લેશે. પીએમ મોદી પોતે શાકાહારી છે. જેથી ટ્રમ્પ માટે પણ શાકાહારી ભોજન જ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ટ્રમ્પ પ્રશાસનના એક અધિકારીએ જણાવ્યું કે મેકડૉનલ્ડ પણ ભારતમાં બીફ બર્ગર નથી વેચતું. એવામાં તેમને ચીજ બર્ગર પીરસવામાં આવી શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ માટે ભોજન તૈયાર કરવાની જવાબદારી શેફ સુરેશ ખન્નાને આપવામાં આવી છે. સુરેશ ખન્ના અમદાવાદમાં ફૉર્ચ્યૂન લેન્ડમાર્ક હોટલના શેફ છે. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં સુરેશ ખન્નાએ જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને ભોજનમાં ફૉર્ચ્યૂન સિગ્નેચર કુકીઝ, નાયલૉન ખમણ, બ્રોકોલી અને કૉર્ન સમોસા પીરસવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતની જાણીતી આદુવાળી ચા પણ પીરસવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર