અમદાવાદમાં નવા 164 કેસ સાથે કુલ કેસ 2543, મૃત્યુઆંક 128એ પહોંચ્યો

બુધવાર, 29 એપ્રિલ 2020 (13:06 IST)
અમદાવાદ શહેરમાં 27 એપ્રિલની સાંજથી લઈ 28 એપ્રિલની સાંજ સુધીમાં કોરોનાના નવા 164 કેસ સામે આવ્યા છે. જ્યારે 19 દર્દીના મોત થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 2543 દર્દી નોંધાયા છે અને મૃત્યુઆંક 128એ પહોંચ્યો છે. જ્યારે 241 દર્દી સાજા થયા છે.  એલજી હોસ્પિટલમાં 10 દિવસ પહેલાં  17 ડોક્ટર, નર્સ અને સ્ટાફ સહિત 23ને કોરોના વાઈરસનો ચેપ લાગ્યા પછી  હોસ્પિટલ બંધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે એક સપ્તાહ બાદ મંગળવારે ઓપીડી ફરીથી શરૂ કરાઈ હતી. જો દર્દીઓને વધુ સારવાર માટે દાખલ કરવાની જરૂરિયાત હોય તેમના માટે પણ અલગ વ્યવસ્થા ગોઠવી છે. ડીલિવરી માટે આવેલી મહિલા દર્દી કે અન્ય ઓપરેશન માટે આવેલા દર્દીઓના ઓપરેશન કે ડિલિવરીના 5 દિવસ પહેલાં તેમનો કોરોના રિપોટ ફરજિયાત બનાવાયો છે. જેથી અન્ય ડોક્ટરો તેમજ સ્ટાફને સંક્રમણથી બચાવી શકાય.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર