અમદાવાદથી Ground Report, ઉછીના રૂપિયા લઈને 2 મહિનાનો જરૂરી સામાન લીધો છે

કલ્યાણી દેશમુખ, હરીશ ચોક્સી

બુધવાર, 29 એપ્રિલ 2020 (10:16 IST)
લોકડાઉન (Lockdown) આગામી 3 મે ના રોજ ખતમ થઈ જશે. હાલ તેની કોઈ ગેરંટી નથી.  પણ હવે ધીરે ધીરે લોકોની ધીરજ તૂટી રહી છે. ભલે નોકરી ની ચિંતા હોય કે પછી ઘરના કરિયણાની વાત હોય, સામાન્ય માણસની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. ગુજરાતમાં પણ પરિસ્થિતિ બીજા દેશોથી અલગ નથી. રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમાં પણ હવે લોકોની ધીરજ તૂટી રહી છે.  લોકોના ખિસ્સા ખાલી થઈ ચુક્યા છે અને કામ શરૂ થવાની આશા હવે દેખાતી નથી.

અમદાવાદમાં મોટાભાગના લોકો વેપારીઓ છે. લોકડાઉનમાં દરેકના વ્યવસાયને ખરાબ અસર થઈ છે. સરકારે ખાનગી સંસ્થાઓને કોઈના પગારમાં ઘટાડો ન કરવા જણાવ્યું છે, પરંતુ લોકોનુ માનવુ છે કે જેમનો પોતાનો ધંધો છે તેઓ શુ   કરશે.  

આ રોગચાળા વચ્ચે લોકો માત્ર આર્થિક જ નહીં માનસિક રીતે પણ તૂટી ગયા છે. અમદાવાદના ફોટો સ્ટુડિયોના માલિક અતુલ કાનડેએ વેબદુનિયા સાથેની  વાતચીતમાં જણાવ્યું કે હાલ અમે જે કમાવીને બચાવ્યુ હતુ એ જ ખાઈ રહ્યા છીએ. તેમણે કહ્યુ કે અમારી પર તો ડબલ ફટકો પડ્યો છે કારણ કે એક તો બચત વપરાય રહી છે તો બીજી  બાજ અક્ષય તૃતીયાથી જે લગ્નની સીઝન હતી તેમા કોરોના લોકડાઉનને કારણે અમારા ઘંધાને ફટકો પડ્યો છે. 
 


બીજી બાજુ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી પ્રિયંકા પટેલે જણાવ્યું કે તે એક દુકાનમાં કેશિયર તરીકે કામ કરે છે. હાલમાં શેઠ પાસેથી પૈસા ઉધાર લઈને  2 મહિનાનો માલ જરૂરી લીધો. પ્રિયંકાને જ્યારે પગાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યુ કે શેઠે પગાર આપવાની વાત કરી છે પણ ઘરેથી કામ કર્યા વિના પગાર મેળવવામાં ખચકાટ અનુભવી રહી છે.
એક મે થી લાગશે દંડ - બીજી બાજુ અમદાવાદના નિગમ પ્રમુખ વિજય નેહરાએ કહ્યુ કે 10 દિવસમાં સાઢા 7 હજારથી વધુ લોકોની સ્ક્રીનિંગ કરવામાં આવી. આ દઅરમિયાન 2098 નમૂના લેવામાં આવ્યા જેમાથી 115 રિપોર્ટ પોઝીટીવ આવ્યા.  
 

અમદાવાદ શહેરના કોટ વિસ્તાર કે જ્યાં કોરોનાના કેસ આખા ગુજરાતમાં સૌથી વધુ આવે છે ત્યાંની જનતા લોકડાઉનને પણ ગણકારતી નથી. આ વિસ્તારના લોકોનું અત્યારે બજારમાં પણ ખરીદી માટે કિડિયારું ઊભરાઈ રહ્યું છે તેવા વિડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. આમછતાં, અમદાવાદના મ્યુનિ. સત્તાવાળાઓ સોશિયલ મીડિયામાં વિદેશની કોરોનાની સ્થિતિ સાથે અમદાવાદની સરખામણી કરીને સંતોષ લઈ રહ્યા છે. પરંતુ આજદિન સુધી તેઓ કોરોનાને કાબુમાં લેવાની કોઇ અસરકારક ફોર્મ્યુલા બનાવી શક્યા નથી. એટલું જ નહીં, કોટ વિસ્તારમાં કોરોના કાબુમાં લાવવા માત્ર શહેરના બ્રિજ થોડો સમય ખોલે છે અને પછી ફરી બંધ કરે છે. આનાથી થોડો કોરોના કાબુમાં આવશે?
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર