રાજ્યભરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા બાબત તમામ પોલીસ અધિક્ષકો અને પોલીસ કમિશનર સાથે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઇ છે.અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિ ભાવ સાથે નીકળશે. આ પ્રસંગે ગુજરાતના અનેક શહેરોમાં રથયાત્રા નીકળવાની હોય, તમામ વ્યવસ્થાઓ અને સુરક્ષા સંબંધી આયોજનની સમીક્ષા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી.
ધાર્મિક આસ્થા અને કોમી એકતાના ઉદાહરણ સ્વરૂપ આ રથયાત્રામાં કોઈ અનિચ્છનિય ઘટના બનવા ન પામે અને મોટી સંખ્યામાં ભાવિકો નિશ્ચિંત થઈ, ભગવાનને વિહાર કરતા નિહાળી શકે તે માટે ગૃરાજ્યમંત્રી સતત સંકલન કરી રહ્યા છે. રાજ્યભરની વ્યવસ્થા અને સુરક્ષા બાબત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા યોજાનાર બેઠક અગાઉ ગૃહમંત્રીએ સમીક્ષા કરી સમગ્ર આયોજનની જાણકારી મેળવી હતી.ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનના ઉદેપુરમાં નુપુર શર્માના સમર્થકની કરપીણ હત્યા ને પગલે સમગ્ર રાજસ્થાનમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઇ રહી છે ત્યારે તેના પડઘા ગુજરાતમાં ન પડે કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત સરકારે પણ ગઈકાલ રાતથી અગમચેતીના પગલાં રૂપે પોલીસને એલર્ટ કરી દીધી છે ત્યારબાદ આજે સાંજે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી ગુજરાતના જિલ્લા પોલીસવાળા અને શહેર પોલીસ કમિશનરો સાથે ગુજરાતની વર્તમાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરશે આ ઉપરાંત પહેલી તારીખે યોજાનારી રથયાત્રા સંદર્ભે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અંગે પણ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરશે