Ashadi Beej- કચ્‍છીઓનું નવું વર્ષ અષાઢી બીજ - એક રસપ્રદ માન્‍યતા

સોમવાર, 19 જૂન 2023 (09:57 IST)
Ashadhi Beej- કચ્છના લોકો માટે આ દિવસ ગુજરાતના કચ્છમાં વરસાદની શરૂઆત સાથે સંકળાયેલો છે. કચ્છ મોટા પ્રમાણમાં રણ વિસ્તાર છે, તેથી ત્યાં રહેતા લોકો વરસાદને ઘણું મહત્વ આપે છે. અષાઢી-બીજ ભારતમાં મુખ્યત્વે બે સ્થળોએ ઉજવવામાં આવે છે, વારાણસી, યુપીમાં વિશ્વનાથ મંદિર અને ગુજરાતના ઉમરેઠમાં મુલેશ મહાદેવ મંદિર. આ ઉપરાંત વિશ્વભરના કચ્છી લોકો આ દિવસને પોતાના સ્તરે શ્રેષ્ઠ રીતે ઉજવે છે. અષાઢી બીજે કચ્છી લોકો તેમનું કચ્છી નવું વર્ષ ઉજવે છે. તે હિંદુ કેલેન્ડર (જૂન-જુલાઈ)ના અષાઢ મહિનાના શુક્લ પક્ષનો બીજો દિવસ છે. યોગાનુયોગ, પ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રા અમદાવાદ અને પુરીમાં અષાઢી બીજે નીકળે છે.
 
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મુંજો કચ્છડો બારેમાસ! શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મુંજો કચ્છડો બારેમાસ! બારેમાસ મીઠડું લાગતું કચ્છ અને કચ્છની મીઠી વાણી જગપ્રસિદ્ધ છે.

 
અન્ન વધે, ધન વધે, શાંતી વધે, હેત વધે, વધે દયાભાવ, વધે મેણીજો સહયોગ, હીજ અસાજી શુભેચ્છા. આ ભા ભેણે કે, કચ્છી નવે વરે જી લખ લખ વધાઈયું. આવઈ પાંજી કચ્છી અષાઢી બીજ

કચ્‍છીઓનું નવું વર્ષ અષાઢી બીજ શા માટે આ પાછળ પણ એક રસપ્રદ માન્‍યતા સંકળાયેલ છે. આમ તો કચ્‍છ રાજ્‍યની સ્‍થાપના ખેંગારજી પહેલાએ સવંત ૧૬૦૫માં માગસુર સુદ પાંચમના રોજ કરી હતી.
 
પરંતુ કચ્‍છી નવું વર્ષ અષાઢી બીજથી શરૂ થતા તે પાછળ પણ ઇતિહાસકારોએ નોંધ રાખી છે. કોટાકોટમાં રાજધાની ફેરવી નાખનાર જામ લાખો કુલ્‍વણી એક તજસ્‍વી અને હોંશીયાર રાજવી હતા. અવનવું વિચારી નવા વિચારો જ અમલમાં મુકતા
 
આ રાજવટને એક વેળા વિચાર આવ્‍યો કે આ પૃથ્‍વીનો છેડો ક્‍યાં હશે..? બસ પછી તો શું રહ્યું કેટલાંક બહાદુર સિપાઇઓ લઇને આ રાજ રસાલો નીકળી પડયો પુથ્‍વીનો છેડો શોધવા..?
 
પરંતુ રાજવી જામ લાખાને આમાં સફળતા ન મળી અને એમણે પરત ફરવું પડયું એ સમયે અષાઢ માસ શરૂ થયેલો... અને સ્‍વરા વરસાદથી વનરાજી ઠેર- ઠેર ખીલી ઉઠેલી... પ્રકૃતિ સૌદર્ય ભરપુર હતું.
 
જેને પગલે તેમનો આભા પ્રસન્‍ન થયો અને તેમણે કચ્‍છનું નવું વર્ષ અષાઢી બીજથી શરૂ કરવા કચ્‍છ ભરમાં ફરમાન મોકલ્‍યું બસ ભારથી કચ્‍છીનું નવું વર્ષ અષાઢી બીજ ગણાય છે.
 
કચ્‍છ ગુજરાત, ભારત જ નહી વિશ્વભરમાં વસતા લાખો કચ્‍છી માડુંઓ અષાઢી બીજીના દિનને નવા વર્ષ તરીકે ભારે રંગચંગે ઉજવે છે.
 
કચ્‍છીઓમાં અષાઢી બીજનું અનેરૂ મહત્‍વ છે. કચ્‍છની ધરા અને મેઘરાજા એટલે કે વરસાદ પણ મહામુલ્‍ય ગણાય છે. કચ્‍છીઓને અષાઢી બીજ ઉપર ખુબ જ ભરોસા અને ત્‍યાં તો કહેવત પડી ગઇ છે. કે ‘‘અષાઢી બીજ વંડર કા વીજ'' અહીં એક માન્‍યતા એછી છે કે જો આ દિવસે મેઘરાજાની પધરામણી થાય તો સુકનવંતુ ગણાય છે.
 
કચ્‍છના નવા વર્ષના આગમન વેળાએ થતા કચ્‍છના ઇતિહાસની એક ઝલક જોઇએ તો કચ્‍છમાં એક વેળાએ સિધુ નદી વહેતી હતી. જેથી કચ્‍છી માડુંઓ ખેતી કરી પોતાનો જીવન નિર્વાહ ચલાવતા...
 
પરંતુ મોગલ શાસકએ આવી કચ્‍છીઓની મુખ્‍ય આધાર સમી સિંહ નદીનું વહેણ બદલી સિંઘ તરફ વાળી દેતા કચ્‍છમાં પાણીની સમસ્‍યા વર્તાજા લાગી અને લીલી હરીયાળીમાં રચનારું કચ્‍છ એક રણપ્રદેશ બનવા લાગ્‍યું
 
છતાં પણ આ તો કચ્‍છીઓનું ખમીર... અનેક મુશ્‍કેલીઓમાંથી રસ્‍તો કરી આગળ ધપતા ગયા. કુદરતે પણ ધરતીકંપ સહીતની અનેક કસોટી કરી છતાં પણ કચ્‍છી માડુંઓ પ્રગતિના પંથે આગળ ધપતા રહ્યા.
 
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મુંજો કચ્છડો બારેમાસ! શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મુંજો કચ્છડો બારેમાસ! બારેમાસ મીઠડું લાગતું કચ્છ અને કચ્છની મીઠી વાણી જગપ્રસિદ્ધ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર