સુરતને બદસુરત કરવાનો ઘાતકી પ્લાન

વેબ દુનિયા

મંગળવાર, 29 જુલાઈ 2008 (16:20 IST)
અમદાવાદમાં મોતની હોળી ખેલ્યા બાદ નરાધમોની મેલી મુરાદ સુરતને પણ બદસુરત કરવાની હતી. વિસ્ફટકો ભરેલી બે કાર મળ્યા બાદ આજે વધુ 17 જીવતા બોમ્બ મળી આવતાં સૌના ધબકારા વધી ગયા છે.

હમે કીસી ભી હાલમેં કામ પુરા કરના હૈ, અમદાવાદકા કામ પુરા કરને કે બાદ મેં સુરત કે લીયે રવાના હો ગયા હું, આ કોઇ ફિલ્મના ડાયલોગ નથી પરંતુ આંતકીઓની ગંદી જબાન છે. ભુલથી આવેલા ફોન ઉપર આ સંવાદ બોલાયા હતા.

આ સંવાદ પરથી સ્પષ્ટ વરતાઇ આવે છે કે, અમદાવાદમાં મોતની હોળી ખેલ્યા બાદ સુરતનો વારો લેવાનો હતો. જોકે સદનસીબે સુરત બાલ બાલ બચી ગયું છે.

પરંતુ સુરતના માથેથી મોતનો આંતક ઓછો થયો નથી. બે દિવસમાં 6 જીવતા બોમ્બ તથા વિસ્ફટરોથી ભરેલી બે કાર મળી આવતાં સુરતીઓના ધબકારા વધી ગયા હતા. આટલું ઓછુ ન હોય તેમ મંગળવારે શહેરમાંથી વધુ 17 જીવતા બોમ્બ મળી આવતાં સૌ કોઇના ચહેરા ઉપર ભયની આભા ખેંચાઇ ગઇ છે. પોલીસે 17 પૈકી હાલ આઠ બોમ્બ નિષ્ક્રીય કરી દીધા છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.

માતાવાડી, વરાછા, લાભેશ્વર, ફલાયઓવર, પકવાન રેસ્ટોરન્ટ, હિરાબજાર સહિતના વિસ્તારોમાંથી મળી આવેલા 17 બોમ્બે નરાધમો કેટલી હદે ધમાકા કરી આંતક ફેલાવવા માગે છે એ બતાવી જાય છે. એર બોમ્બ રેસ્ટોરન્ટમાંથી, એક બોમ્બ ફલાય એવર બ્રીજ ઉપરથી, એક બોમ્બ ઝાડ ઉપરથી મળી આવતાં આ નરાધમો કેવા કેવા વિસ્તારોમાં બોમ્બ છુપાવી શકે છે એ આપણી સુરક્ષા તંત્રની વાતોને જડમુળમાંથી ઉખાડી ફેંકે છે.

આપણા જ ઘરમાં, આપણા જ નગરમાં આપણે કેટલા સલામત છીએ એ કહેવુ આજે મુશ્કેલ બન્યું છે. આમ જનતાની સલામતી માટે રચાયેલ પોલીસ સહિતની આપણી સુરક્ષા ટીમો કેટલી કાબેલિયત તારીફ છે, આપના વિચારો રજુ કરો.....

.

વેબદુનિયા પર વાંચો