પોલીસની પોલ ખુલી...

વેબ દુનિયા

રવિવાર, 27 જુલાઈ 2008 (14:33 IST)
અમદાવાદમાં હાઈએલર્ટ હોવા છતાં જે રીતે સીરીયલ બોમ્બ બ્લાસ્ટ થયા છે. તેનાથી ગુજરાત પોલીસ અને ખાસ કરીને અમદાવાદ પોલીસની નિષ્ક્રીયતા સાબિત થઈ ગઈ છે. આઈબીને ઈમેઈલ મળ્યો હોવા છતાં તેમજ અને અમદાવાદમાં હાઈએલર્ટ હોવા છતાં સીરીયલ બ્લાસ્ટ થયા છે.

અમદાવાદ પોલીસ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. બપોરે આઈબીને ઈન્ડીયન મુઝાહીદ્દીન સંગઠન દ્વારા ઈમેઈલ કર્યો હતો. બાદમાં એક ટીવી ચેનલને સીરીયલ બોમ્બ ધડાકાની બરાબર પાંચ મિનીટ પહેલા ઈમેઈલ મળ્યો હતો.

જેમાં અમદાવાદમાં બોમ્બ ધડાકા થવાના હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ ઈમેઈલમાં ગોધરાકાંડ બાદનાં તોફાનોની તસ્વીરો જોડવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો