Adhik Maas 2020: અધિકમાસમાં બની રહ્યો છે વિશેષ સંયોગ, જાણો તેનુ મહત્વ અને અધિક મહિનામાં શુ કરવુ શુ નહી
બુધવાર, 16 સપ્ટેમ્બર 2020 (21:22 IST)
હિન્દુ ધર્મમાં, અધિક મહિનાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. અધિક મહિનામાં ધાર્મિક કાર્ય સાથે સંબંધિત પ્રવૃત્તિઓ કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે અધિક મહિનામાં શુભ કાર્યો કરવામાં આવતા નથી. અધિક મહિનાને મલામાસ, પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. અધિક મહિનો દર 32 મહિના 16 દિવસ અને 4 કલાકના અંતરે આવે છે.
અધિકમાસની પણ એક કથા છે. વર્ષનો દરેક મહિનો કોઈને કોઈ દેવતા સાથે જોડાયેલો છે આ 12 દેવતા છે વરુણ, સૂર્ય, ભાનુ, તપન, ચણ્ડ, રવિ, ગભસ્તિ, અર્યમા, હિરણ્યરેતા, દિવાકર, મિત્ર અને વિષ્ણુ. અને 13 મો માસ સૌથી અલગ મલમાસ ના નામથી ઓળખવામાં આવે છે. આ મહિનાને ખરાબ મહિનો માનવામાં આવતો હતો જેથી આ મહિનાએ બધા દેવોને પોતાનુ નામ આપવાની વિનંતી કરવામાં આવી પણ બધાએ ના પાડી દીધી. જેનાથી તે દુખી થઈને ભગવાન કૃષ્ણ પાસે ગયા અને કૃષ્ણએ તેમણે પોતાનુ નામ આપ્યુ. ત્યારથી તેને પુરૂષોત્તમ માસનુ નામ મળ્યુ. આ સાથે જ એ વરદાન પણ મળ્યુ કે આ મહિનામાં કરવામાં આવેલ દાન-પુણ્યનુ ફળ પણ વધુ મળશે. તેથી જ આ મહિનો દાન-પુણ્ય કમાવવાનો મહિનો માનવામાં આવે છે.
અધિક માસનુ મહત્વ
અધિક માસમાં ભગવાન વિષ્ણુને સર્વાધિક પ્રિય છે તેથી અધિક માસમાં ભગવાન વિષ્ણુની ઉપાસનાનું વિશેષ મહત્વ છે. એવુ માનવામાં આવે છે કે પુરુષોત્તમ માસમાં સ્નાન, પૂજા, વિધિ અને દાનથી વિશેષ ફળ મળે છે અને તમામ પ્રકારના દુ:ખો દૂર થાય છે.
અધિક માસમાં શુ ન કરવુ
- અધિક માસમાં લગ્ન સાથે અન્ય કોઈપણ પ્રકારના માંગલિક કાર્ય ન કરવા જોઈએ. એવુ કહેવાય છે કે અધિક મહિનામાં લગ્ન કરવાથી કોઈપણ પ્રકારનુ સુખ પ્રાપ્ત થતુ નથી. પતિ-પત્ની વચ્ચે બનતુ નથી. લગ્ન કરવુ હોય તો અધિક માસ પહેલા કે પછી કરો
- સાથે જ પુરુષોત્તમ માસમાં કોઈ શુભ કાર્ય જેવા કે મુંડન, કર્ણવેધ કે ગૃહ પ્રવેશ પણ ન કરવો જોઈએ.
- એવુ કહેવાય છે કે અધિક મહિનામાં કોઈપણ પ્રકારની નવી વસ્તુનુ ખરીદ-વેચાણ ન કરવુ જોઈએ. આવી વસ્તુ ભવિષ્યમાં તમારુ નુકશાન કરાવી દે છે.
શુ કરવુ શુભ રહેશે...
- અધિક મહિનો ઈશ્વરનો મહિનો છે તેથી આ મહિનામાં ગૌ દાન, બ્રાહ્મણની સેવા, વ્રત, પૂજા, હવન કરવાથી પાપ કર્મ સમાપ્ત થાય છે. અને કરેલા કાર્યોનુ અનેક ગણુ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે.
- દેવી ભગવત પુરાણ મુજબ મલમાસમાં કરેલા બધા શુભ કર્મોનુ અનંતગણુ ફળ પ્રાપ્ત થાય છે.
- આ મહિનામાં ભાગવત કથાનુ શ્રવણનુ પણ વિશેષ મહત્વ છે.
- . પુરૂષોત્તમ માસમાં તીર્થ સ્થાન પર સ્નાનનુ પણ વિશેષ મહત્વ છે.
અધિકમાસમાં બની રહ્યો છે વિશેષ સંયોગ
અધિક મહિનામાં આ વખતે વિશેષ સંયોગ બની રહ્યો ચહે. આ વિશેષ સંયોગ 160 વર્ષ પછી બની રહ્યો છે. ત્યારબાદ 2039માં પણ આવો સંયોગ બનશે. આ વખતે લીપ ઈયર અને અશ્વિન અધિક માસ બંને એક સાથે આવી રહ્યા છે. સૌર વર્ષ સૂર્યની ગતિ પર નિર્ભર કરે છે. ચદ્ર વર્ષની ગણના ચંદ્રમાંની ચાલ મુજહ થાય છે. એક સૌર વર્ષમાં 365 દિવસ 6 કલાક હોય છે. જ્યારે કે એક ચંદ્ર વર્ષમાં 354.36 દિવસ હોય છે. દર ત્રણ વર્ષ પછી ચંદ્રમાંના આ દિવસ એક મહિના જેટલા થઈ જાય છે. જ્યોતિષ ગણતરીને કાયમ રાખવા માટે જ ત્રણ વર્ષ પછી ચંદ્રમાસમાં એક વધારાનો મહિનો જોડવામાં આવે છે. તેને જ અધિક માસ કે પુરૂષોત્તમ માસ કહેવામાં આવે છે.