સલામ તમને તાજદારે મદીના...

N.D
'લા-ઈલાહા ઈલલલ્લાહ,મુહમ્મદુર્રસૂલલ્લાહ'
ભાવાર્થ : અલ્લાહ એક જ છે, તેના સિવાય કોઈ માબૂદ નથી. હજરત મોહમ્મદ સલ્લ. તેના સાચા પૈગમ્બર છે.

અલ્લાહના હુકમથી હજરત મોહમ્મદ સલ્લ.એ જ ઈસ્લામ ધર્મને લોકો સુધી પહોચાડ્યો છે. તેઓ હજરત સલ્લ. ઈસ્લામના છેલ્લા નબી છે, તેમના પછી હવે કયામત સુધી કોઈ નબી નહિ થાય.

ઈસ્લામ પહેલાં અરબમાં કબિલાઈ સંસ્કૃતિનો જાહિલાના સમય હતો. આ કબિલાનો પોતાનો અલગ ધર્મ હતો અને તેમના દેવી-દેવતા પણ અલગ જ હતાં. કોઈ મૂર્તિ પૂજક હતાં તો કોઈ આગની પૂજા કરતાં હતાં. યહુદી અને ખ્રિસ્તીઓના કબીલા પણ હતાં, પરંતુ તેઓ પણ ધર્મના શિકાર હતાં. ઈશ્વર (અલ્લાહ)ને છોડીને લોકો વ્યક્તિ અને પ્રકૃતિની પૂજામાં જોડાયેલા હતાં.

આ બધા સિવાય પણ આખા અરબમાં હિંસાની બોલબાલા હતી. સ્ત્રીઓ અને બાળકો સુરક્ષીત ન હતાં. લોકોના જીવ-માલની કોઈ પણ ગેરંટી ન હતી. બધી જ બાજુ બદઈંતજામી હતી. આ અંધારાની દુનિયામાંથી લોકોને બહાર કાઢવા માટે અને ઈસ્લામ ધર્મને લોકો સુધી પહોચાડવા માટે હજરત મોહમ્મદ સાહેબે સલ્લને પૈગંબર બનાવીને દુનિયામાં મોકલ્યા.

જન્મ : અમુક વિદ્વાનોને અનુસાર ઈસ્લામના સંસ્થાપક પૈગંબર હજરત મોહમ્મદ સાહબ સલ્લ.નો જન્મદિવસ હિજરી રબીઉલ અવ્વલ મહિનાની 2 તારીખે ઉજવવામાં આવે છે. ઈ.સ. 571માં મક્કા શહેરમાં પૈગંબર સાહેબ હજરત મોહમ્મદ સલ્લ.નો જન્મ થયો હતો. મક્કા સાઉદી અરબમાં સ્થિત છે.

સલ્લ.ના વાલિદ સાહેબ (પિતા)નું નામ અબ્દુલ્લા બિન અબ્દુલ્લ મુતબિલ હતું અને વાલિદા (માતા)નું નામ આમના હતું. સલ્લ.ના પિતાનો અંતકાળ તેમના જન્મના બે મહિના પછી જ થઈ ગયો હતો. એવામાં તેમનું પાલન-પોષણ તેમના કાકા અબૂ તાલિબે કર્યું હતું. તેમના કાકા અબૂ તાલિબે તેમનું ધ્યાન તેમના જીવ કરતાં પણ વધુ રાખ્યું હતું.

ઈબાદત અને ઈલહામ : સલ્લ. નાનપણથી જ અલ્લાહની ઈબાદતમાં લાગેલા હતાં. તેમણે ઘણાં વર્ષો સુધી મક્કાના એક પર્વત 'અબુનૂલ નૂર' પર ઈબાદત કરી હતી. ચાલીસ વર્ષની અવસ્થામાં તેમને અલ્લાહ તરફથી સંદેશ (ઈલહામ) પ્રાપ્ત થયો.

અલ્લાહે ફરમાવ્યું, આ આખો સંસાર સુર્ય, ચંદ્ર, તારા બધુ મે જ ઉત્પન્ન કર્યું છે. મને હંમેશા યાદ કરો. હું માત્ર એક જ છું. મારો કોઈ માની-સાની નથી. લોકોને સમજાવો. હજરત મોહમ્મદ સાહેબે આવુ જ કરવાનું અલ્લાહને વચન આપ્યું, ત્યારથી તેમને નુબુવત પ્રાપ્ત થઈ.

કુરાન : હજરત મોહમ્મદ સાહેબ પર અલ્લાહના જે પવિત્ર પુસ્તકને ઉતારવામાં આવ્યું છે તે છે-કુરાન. અલ્લાહના ફરિશ્તાઓના સરદાર ઝિબ્રાઈલ અલૈ દ્વારા પવિત્ર સંદેશ સંભળાવ્યો. તે સંદેશને જ કુરાનમાં સંગ્રહિત કરવામાં આવ્યો છે. કુરાનને નાજીલ થયેલ લગભગ 14 વર્ષ થઈ ગયાં પરંતુ આ સંદેશમાં જરા પણ ફેરબદલ નથી.

સૌથી પહેલાં ઈમાન : નબૂવત મળ્યાં પછી તેમણે સલ્લ.ના લોકોને ઈમાનની દાવત આપી. મર્દોમાં સૌથી પહેલા ઈમાન લાવનાર સહાબી હજરત અબૂબક્ર સિદ્દીક રજી. હતાં. બાળકોમાં હજરત અલી રજી. સૌથી પહેલા ઈમાન લાવ્યાં અને સ્ત્રીઓમાં હજરત ખદીજા રજી. ઈમાન લાવ્યાં.

વફાત : ઈ.સ. 632, 28 સફર હિજરી સન 11માં 63 વર્ષની ઉંમરમાં હજરત મોહમ્મદ સલ્લ.એ મદીનામાં દુનિયાથી પડદો કરી લીધો હતો. તેમની વફાત પછી લગભગ આખો અરબ ઈસ્લામના સૂત્રમાં બાંધાઈ ચુક્યો હતો અને આજે આખી દુનિયામાં તેમના દ્વારા દેખાડવામાં આવેલ રસ્તા પર પોતાની જીંદગી પસાર કરનારા ઘણાં લોકો છે.

વેબદુનિયા પર વાંચો