નારિયળ પવિત્ર કેમ છે ?

શનિવાર, 28 માર્ચ 2015 (11:51 IST)
નારિયળ વગર નવરાત્રિની પૂજા અધૂરી માનવામાં આવે છે. પણ સવાલ એ છે કે છેવટે નારિયળમાં એવુ શુ છે કે તેને ભારતીય પરંપરાઓમાં આટલુ ઉંચુ સ્થાન આપવામાં આવ્યુ છે ? આવુ એ માટે કારણ કે આને માત્ર એક ફળના સ્થાન પર અધ્યાત્મની દ્રષ્ટિએ જોવામાં આવે છે. નારિયળને ભારતીય પરંપરામાં શ્રીફળ પણ કહેવામાં આવે છે. એઉવ કહેવાય છેકે નારિયળ એટલુ પવિત્ર ફળ છે કે આપણે તેને ઈશ્વરને અર્પિત કરી શકીએ છીએ. અનેક દ્રષ્ટિએ આ ફળ વિશેષ પણ છે. મીઠુ અને પાણીદાર નારિયળ એક કડક કાચલીમાં રહે છે. અને આપણે તેને અડી પણ નથી શકતા. તેથી આ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. નારિયળ સ્વાસ્થ્ય માટે તો મહત્વપુર્ણ છે જે પણ પ્રતિકના રૂપમાં શ્રીફળમાંથી અનેક સંદેશ અને સંકેત ગ્રહણ કરવામાં આવે છે. એક પ્રતીકના રૂપમાં નારિયળનો આકાર માનવ-મસ્તિષ્કની જેવો હોય છે.  તેની કડક કાચલી પર જે રેશાઓની જાળ હોય છે તેને માનવીય વિકારો જેવી કે ઈર્ષા, દ્વેષ, સ્વાર્થ  અને મોહના જાળના રૂપમાં ગ્રહણ કરવામાં આવે છે. જેને નારિયળ ફોડતા પહેલા કાઢી નાખવામાં આવે છે. આને કાઢીને જ નિર્મલ આત્મિક પવિત્રતા સુધી પહોંચી શકાય છે.  આ જ માનવ જીવનનું સત્ય છે અને નારિયળનું પણ. 

વેબદુનિયા પર વાંચો