- અમાવસ્યાના દિવસે સવારે તર્પણ જરૂર કરવું.
-આ દિવસે કોઈપણ તીર્થસ્થળ પર સ્નાન કરવાથી અને દાન કરવાથી શુભ ફળ મળે છે.
-આ દિવસે કાળા તલ, કપડાં, અનાજ અથવા ગોળનું દાન કરવાથી શનિ અને રાહુ-કેતુ જેવા અશુભ ગ્રહોના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે.
-એવું માનવામાં આવે છે કે આ દિવસે પીપળ, તુલસી, લીમડો, આમળા અથવા બેલપત્રનો છોડ લગાવવાથી ગ્રહના કારણે થતા તમામ દોષ દૂર થઈ જાય છે.
-ધોતી, ગમછા, બનિયાન વગેરે વસ્ત્રોનું દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. સ્નાન કર્યા પછી કાળા તલનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
-પિતૃઓની કૃપા મેળવવા માટે દૂધ, ચોખા, ચાંદી, સફેદ વસ્ત્ર વગેરેનું દાન કરો.
-જો આ દિવસે શક્ય હોય તો તમે કોઈ એવા સરોવર કે કોઈ એવા સ્થાન પર જાવ. જ્યા માછલીઓ હોય. ત્યા જતી વખતે તમારી સાથે ઘઉંના લોટની ગોળીઓ બનાવીને લઈ જાવ. સરોવરમાં માછળીઓને લોટની ગોળીઓ ખવડાવો. આ ઉપાય પણ તમને પિતર દેવતાઓ ઉપરાંત અન્ય દેવી દેવતાઓની કૃપા અપાવશે.