Vivah panchami 2022: લગનમાં મોડુ થઈ રહ્યું છે તો વિવાહ પંચમી પર કરો આ ઉપાય, પરિણીત લોકોનું પણ બદલાઈ જશે ભાગ્ય

બુધવાર, 16 નવેમ્બર 2022 (22:24 IST)
દર વર્ષે માર્ગર્શીષ માસના શુક્લ પક્ષની પંચમી તિથીએ  વિવાહ પંચમી  ઉજવવામાં આવે છે. સનાતન ધર્મની માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શ્રી રામે માતા સીતા સાથે લગ્ન કર્યા હતા. આ વર્ષે વિવાહ પંચમીનો તહેવાર 28 નવેમ્બરે ઉજવવામાં આવશે. આવી સ્થિતિમાં, જેમના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે અથવા સંબંધો વારંવાર તૂટી રહ્યા છે તે માટે કેટલાક અચૂક ઉપાયો બતાવવામાં આવ્યા છે. વિવાહ પંચમી પર આ ઉપાયો કરવાથી વહેલા લગ્નનાં યોગ બને છે અને પરિણીત લોકોનું પણ લગ્નજીવન સુખી રહે છે.
 
રામ સીતાના વિવાહઃ- જો યોગ્ય ઉંમર હોવા છતાં તમારા લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો વિવાહ પંચમીના દિવસે ખાસ ઉપાય કરો. આ દિવસે રામ-સીતાના વિવાહ કરાવો અને તેમની વિધિવત પૂજા કરો. જો તમારી કુંડળીમાં લગ્ન સંબંધી કોઈ દોષ હોય તો તેની અસર ઓછી થઈ જશે.
 
રામચરિતમાનસનો પાઠઃ- જો તમારા લગ્નમાં વિલંબ થતો હોય અથવા તમારા સંબંધોમાં વારંવાર તિરાડ આવતી હોય તો વિવાહ પંચમીના દિવસે રામચરિતમાનસનો પાઠ કરો. તેનાથી ભગવાન રામની કૃપા તમારા પર રહેશે અને લગ્નમાં આવતી અડચણોનો અંત આવશે.
 
કેસરનું દૂધ- જો કોઈ કારણોસર તમારા લગ્નનો મામલો અટકી રહ્યો હોય તો વિવાહ પંચમીના દિવસે ખાસ ઉપાય કરો. આ દિવસે દૂધમાં કેસર મિક્સ કરીને ભગવાન વિષ્ણુ અને તુલસી માતાને અર્પણ કરો. તમારા લગ્ન સંબંધી દરેક સમસ્યા, દરેક અવરોધ આપોઆપ દૂર થઈ જશે.
 
નથી મળી રહ્યો યોગ્ય વર - જો તમે ઇચ્છિત વરની શોધમાં છો અને ઇચ્છા કરવા છતાં પણ તે પૂર્ણ નથી થઈ રહ્યું તો વિવાહ પંચમીના દિવસે માતા સીતાને સુહાગની સામગ્રી અર્પણ કરો. આ પછી, આ સામગ્રી કોઈ ગરિબ સુહાગનને દાન કરો. તમારી સમસ્યા જલ્દી ખતમ થઈ જશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર