શારદીય નવરાત્રીના સમાપન પછી દશમી તિથિએ દશેરાની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે દશેરાની ઉજવણી 25 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે. આ દિવસે ભગવાન શ્રી રામે રાવણનો વધ કરીને લંકા પર વિજય મેળવ્યો હતો, તેથી આ દિવસને વિજયાદશમી પણ કહેવામાં આવે છે. રાવણ ખૂબ વિદ્વાન હતો. આ સમગ્ર વિશ્વમાં એકમાત્ર રાવણ જ એવો હતો કે જેની પાસે ત્રિકાળ દર્શનની ક્ષમતા હતી. તે ભગવાન શિવનો એકમાત્ર ભક્ત હતો. પરંતુ તે તેના અહંકારને કારણે મૃત્યુ પામ્યો. ભગવાન રામે રાવણનો વધ કર્યો અને રામરાજ્યની સ્થાપના કરી. જેને કારણે દશેરાની ઉજવણી થાય છે તેથી આ દિવસે રાવણ દહન કરવામાં આવે છે, હંમેશાં દરેક જગ્યાએ રાવણના પુતળામાં દસ માથા બનાવવામાં આવે છે. આ દસ માથાઓને કારણે જ તેને દશાનન પણ કહેવામાં આવે છે. ચાલો આપણે જાણીએ કે શું રાવણના ખરેખર દસ મસ્તક હતા.