Vat Purnima 2024: વટ સાવિત્રીનુ વ્રત જેઠ મહિનાની પૂર્ણિમા તિથિના દિવસે રાખવામાં આવે છે. એવુ કહેવાય છે કે આ દિવસે સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનના પ્રાણ યમરાજથી બચાવ્યા હતા. તેથી આ વ્રતનુ મહત્વ વધુ છે. સુહાગન મહિલાઓ પોતાના સૌભાગ્યની વૃદ્ધિ માટે આ વ્રત કરે છે. વટ સાવિત્રી વ્રતના દિવસે વિધિપૂર્વક પૂજા કરવાની સાથે જ મહિલાઓએ કંઈક અન્ય પણ ધ્યાન રાખવુ જોઈએ. આવો જાણીએ વટ સાવિત્રી વ્રતના દિવસે મહિલાઓએ શુ કરવુ જોઈએ અને શુ નહી.
વટ સાવિત્રીના દિવસે શુ ન કરવુ
- વટ સાવિત્રી વ્રતના દિવસે મહિલાઓએ ભૂલથી પણ ભૂરા, કાળા અને સફેદ રંગના કપડા ન પહેરવા જોઈએ. પૂજામાં આ રંગોનો ઉપયોગ કરવો અશુભ માનવામાં આવે છે.
વટ સાવિત્રી ઉપવાસ શું કરવું
- વટવૃક્ષની પૂજા કર્યા પછી કાચો સૂતી દોરો લઈને ઝાડની 5, 7, 11, 21, 51 કે 108 વાર પ્રદક્ષિણા કરો. આનાથી ઓછી ન કર ન કરશો. જો તમે ચાહો ત્તો કાચા દોરાને જગ્યાએ નાડાછડીનો ઉપયોગ પણ કરી શકો છો.
પૂજા દરમિયાન તમે જે પણ સુહાગની સામગ્રી પ્રદાન કરો છો, તે ફક્ત તમારી સાસુ, નણંદ
અથવા પરિણીત સ્ત્રીને જ આપો.