જીવનમાં સુખની આશા રાખતા માનવી ક્યારેક દેવ પૂજા તો ક્યારે વ્રત તો કયારે તીર્થયાત્રા કરે છે, પણ ઘરની લક્ષ્મીનો આદર નથી કરતા.જે ઘરમાં સ્ત્રીનો અનાદર થાય છે ત્યાં ક્યારેય સમૃદ્ધિ નથી આવતી. ધનલક્ષ્મીને ઘરમાં વિરાજિત કરવી છે તો કયારેય કોઈપણ સ્થિતિમાં સ્ત્રીનો અનાદર ન કરવો જોઈએ. જે ઘરમાં સ્ત્રીનું સન્માન નહી થાય તે ઘરમાં દેવતાઓની કૃપા નહી વરસે.
માં ધન લક્ષ્મીની પૂજા અર્ચના કરવા માટે સાચા મનથી તેમનું સ્મરણ કરો. સવાર-સાંજના સમયે મહાલક્ષ્મીના ચિત્ર અથવા સ્વરૂપ પર કુમકુમ અક્ષત, ગંધ, ફળ, અર્પિત કરો અમે ધૂપ પ્રગટાવો. લક્ષ્મીની ઉપાસના કરતા પહેલા શુક્રવારના દિવસે સાદા સ્વચ્છ અને સફેદ વસ્ત્ર પહેરો.
1. રવિવાર અને મંગળવારે મીઠા વગરનું ભોજન ખાવાથી ધન લક્ષ્મી ખુશ થાય છે.
2. રવિવારના દિવસે મહિલા અને પુરૂષે એકબીજાને સ્પર્શ ન કરવો જોઈએ. આવું કરવાથી પૈસાની કમી રહેતી નથી.