લક્ષ્મીને પ્રસન્ન કરવા શુક્રવારે શુ કરવુ શુ ન કરવુ જોઈએ
શુક્રવાર, 4 ફેબ્રુઆરી 2022 (09:13 IST)
મા લક્ષ્મીની કૃપા દરેકને જ જોઈતી હોય છે જો માણસને ધનની કમી હોય તો નાનામાં નાની ઇચ્છાઓ અધૂરી રહી જતી હોય છે. માણસ નોકરી ધન કમાવવા માટે જ તો કરતો હોય છે. પરંતુ આ પૈસા કાં તો પાણીની જેમ વહી જાય છે કાં પછી ખોટા કાર્યોમાં ખર્ચ થઇ જાય છે, તે બચતા નથી જેને કારણે આર્થિક સ્થિતિ સુધરતી નથી. ત્યારે મા લક્ષ્મીને રિઝવવાનાં અમે આપને કેટલાંક ઉપાય ગણાવીએ છીએ જેનાંથી તમને ક્યારેય આર્થિક તંગી નહીં થાય.
1. ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરો. તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે.
2. ધનની પ્રાપ્તિ માટે શુક્રવારની સાંજે લાલ રંગના કપડા પહેરીને દેવી લક્ષ્મીની ઉપાસના કરો. આ સાથે જ લાલ રંગના કંબલના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો.
5. શુક્રવારના રોજ ઓમ શ્રી શ્રી મહાલક્ષ્મયૈ શ્રી શ્રી ઓમ નમ: મંત્રનો 108 વાર જાપ કરો. તેનાથી તમારી પ્રગતિ થશે.
6. શુક્રવારના રોજ માતા લક્ષ્મીને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો. પૂજન બાદ તેનો પ્રસાદ લો, આ સાથે જ બીજાને પણ આપો.
7. જો ઘરમાં વાસ્તુ દોષ કે નકારાત્મકતાનો વાસ હોય તો શુક્રવારની સાંજે ઘીની પાંચ જ્યોતવાળો દીવો તૈયાર કરીને તેનાથી આરતી કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને આ સાથે જ જીવન વૈભવશાળી બનશે.
8. જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો માતા લક્ષ્મીની પૂજા કપૂર બાળીને કરો અને તેમાં કુંકુ નાખો. હવે તે રાખને એક લાલ કાગળમાં રાખીને પર્સમાં રાખી લો, તેનાથી ધન ટકશે.
9. જો હંમેશા તમે તમારું પર્સ નોટોથી ભરેલું રાખવા માંગતા હોવ તો હાથમાં એક સોપારી અને તાંબાનો સિક્કો લઈ માતા લક્ષ્મીનું ધ્યાન ધરો. ત્યારબાદ શુક્રવારે તેને પર્સમાં રાખી લો, તેનાથી તમારી ઈચ્છા પૂરી થશે.
10. શુક્રવારના દિવસે પાંચ કે સાત કન્યાઓને ભોજન કરાવવાથી પણ પુષ્ય પ્રાપ્તિ થાય છે. તેનાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થશે.
શુક્રવારે ન કરશો આ કામ
1. શુક્રવારના દિવસે ઉધાર લેવાથી બચો. ન કોઈને ઉધાર પૈસા આપો અને ન કોઈના પાસેથી ઉધારમાં પૈસા લો. કહેવામાં આવે છે કે આ દિવસે ઉધાર લેવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.
2 પડોસમાં રહેતા લોકો ઘણી વધત ઘરમાં કંઈ ખુટી પડ્યું હોય તો આપણા ત્યાં લેવા આવે છે. એવામાં જો શુક્રવારના દિવસે કોઈ ખાંડ માંગવા આવે છે તો તેને ખાંડ બિલકુલ ન આપો. આમ કરવાથી શુક્ર ગ્રહ નબળો પડી જાય છે. આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આ ગ્રહના પ્રભાવથી આવે છે.
3 આમતો દરેક લોકોનું સન્માન કરવું જોઈએ. પરંતુ અજાણતા પણ શુક્રવારના દિવસે કોઈ પણ મહિલા, કન્યા અથવા કિન્નરનું અપમાન ન કરવું જોઈએ અને કોઈને અપશબ્દો પણ ન બોલવા જોઈએ. માન્યતા છે કે તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ધનની હાની થાય છે.
4. શુક્રવાર માતા લક્ષ્મીનો વાર છે તેથી આ દિવસે તામસી ભોજનથી દૂર રહેવુ જોઈએ.
5. શુક્રવારે ભૂલથી પણ તમારા હાથે કોઈ કન્યાનુ દિલ ન દુભાય તેનુ ધ્યાન રાખવુ. 14 વર્ષ સુધીની કન્યાઓ દેવીનુ રૂપ હોય છે આ દિવસે તેમને ભેટ આપીને ખુશ કરવાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન રહે છે.