શ્રી લક્ષ્મી માનો થાળ Lakshmi Mano Thal-
જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો
જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો
મારા પ્રેમની થાળી મે તો રસોઈ મારા હાથે બનાવી
ભોજનીયા ભાવના, અંતરના લ્હાવાના
ભોજનીયા ભાવના, અંતરના લ્હાવાના
પીરસીને ધરિયો છે થાળ લક્ષ્મીજી જમવા પધારજો
મનગમતી વાનગી, ખુબ નાખ્યા ખાંડ-ઘી
આરોગો ભાવે કંસાર લક્ષ્મીજી જમવા પધારજો
જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો
મનની મીઠાઈ અને ભાવ કેરો ભાત છે
સ્નેહ કેરા શાકની છે વાત લક્ષ્મીજી જમવા પધારજો
ઝારીમાં ભરિયા છે, પ્રેમ તણા વારી
ભક્તોની રાખજો ભાળ લક્ષ્મીજી જમવા પધારજો
જમવાને આવજો મા લક્ષ્મીજી જમવા પધારજો
સરયુનાં વારી છે, પાન બીડા વાળ્યા છે
અંતરના જોડ્યા છે લક્ષ્મીજી જમવા પધારજો
આરતી ઉતારશું ને ફૂલડાં વેરાવશું
લવિંગ સોપારીને પાન ખવરાવશું
તમ પર વારી વારી જાઉં લક્ષ્મીજી જમવા પધારજો