- 5 જાન્યુઆરીએ સાંજે 5:24 વાગ્યે શરૂ થશે
- કાળા તલથી ભગવાન વિષ્ણુની પૂજા
Shattila Ekadashi - એકાદશીનુ વ્રત મહિનામાં બે વાર ઉજવાય છે. 6 ફેબ્રુઆરી 2024 ષટતિલા એકાદશી છે. માઘ મહિનાના કૃષ્ણપક્ષને ષટતિલા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. અન્ય એકાદશીની જેમ આ એકાદશીનુ પ્ણ વિશેષ મહત્વ છે. જો કે આખો માઘ મહિનો પૂજા ઉપાસના માટે પવિત્ર મહિનો માનવામાં આવે છે. આવામાં ષટતિલા એકાદશીનુ મહત્વ વધી જાય છે. માન્યતા છે કે આ એકાદશીના વ્રતથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થય છે. એકાદશીના દિવસે સ્નાન દાન અને વ્રતનુ વિશેષ પ્રયોજન હોય છે. માન્યતા છે કે 24 અગિયારસનુ વ્રત કરનાર મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
શુભ મુહુર્ત
હિંદુ કેલેન્ડર મુજબ, શતિલા એકાદશીનો તહેવાર માઘ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે, એકાદશી તિથિ 5 જાન્યુઆરીએ સાંજે 5:24 વાગ્યે શરૂ થશે અને તેની તિથિ 6 જાન્યુઆરીએ સાંજે 4:07 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ અનુસાર 6 ફેબ્રુઆરીએ શતિલા એકાદશી ઉજવવામાં આવશે. 7 ફેબ્રુઆરીના રોજ સવારે 7:06 થી 9:18 સુધી રહેશે.
ષટતિલા વ્રતનુ મહત્વ - પૌરાણિક કથાઓ મુજબ જેટલુ પુણ્ય કન્યાદાન, હજારો વર્ષોની તપસ્યા અને સુવર્ણ દાન કર્યા પછી મળે છે તેનાથી વધુ ફળ એકમાત્ર ષટતિલા એકાદશીનુ વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. તલનો ઉપયોગ પૂજા હવન પ્રસાદ સ્નન દાન ભોજન અને તર્પણમાં કરવામાં આવે છે. તલનુ દાનનું વિધાન હોવાને કારણે આ ષટતિલા એકાદશી કહેવાય છે.
એકાદશીની પૂજા વિધિ
એકાદશીના દિવસે સવારે સ્નાન વગેરેથી પરવારીને વિષ્ણુની પૂજા આરાધાના કરવામાં આવે છે. તલયુક્ત હવન કરવામાં આવે છે. ત્યારબાદ આખો દિવસ ઉપવાસ કરીને નારાયણનુ ધ્યાન કરવામાં આવે છે. તુલસી પર ઘી નો દિવો પ્રગટાવો અને સૂર્યાસ્ત સમયે સાંજે એક વાર ફરી જ્યોત પ્રગટાવીને પૂજા કરો. તેના આગલા દિવસે સવારે સ્નાન કરીને પૂજા કર્યા પછી વ્રતના પારણા કરવામાં આવે છે.