શનિદેવને પ્રસન્ન કરવા શનિવારે કરો આ એક કામ
શનિદેવને કર્મફળદાતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે જો શનિ દેવ રિસાય જાય તો રાજાને રંક અને રંકને પણ રાજા બનાવી દે છે. તેમને ખુશ કરવા માટે લોકો દરેક પ્રકારનો પ્રયત્ન કરે છે.
તો આવો જાણીએ શનિદેવને પ્રસન્ન કરવાના કેટલાક વિશેષ ઉપાય....
જો તમે શનિદેવની પૂજા કરો છો તો આ સમયે કાળા વસ્ત્ર ધારણ કરવા ખૂબ શુભ માનવામાં આવે છે. .. તેથી જો આપ શનિવારનો ઉપવાસ કરો છો કે શનિવારે શનિ પૂજા કરો તો કાળા કપડા વસ્ત્ર જરૂર પહેરો
શનિવારના દિવસે શનિદેવનુ વ્રત મહિલા અથવા પુરૂષ કોઈપણ કરી શકે છે. સ્નાન કર્યા પછી પીપળાના ઝાડ કે શમીના ઝાડ નીચે ગોબરથી લીપી લો અને તે બેદી બનાવીને કળશ અને શનિદેવની મૂર્તિ સ્થાપિત કરો. શનિદેવની પ્રતિમાને કાળા પુષ્પ, ધુપ, દીપ અને તેલથી બનાવેલ પદાર્થોનો પ્રસાદ ચઢાવો. પીપળાના ઝાડને સૂતરના દોરા લપેટતા સાત વાર પરિક્રમા કરો અને સાથે જ ઝાડની પણ પૂજા કરો. ત્યારબાદ હાથમાં ચોખા અને ફુલ લઈને ભગવાન શનિદેવની વ્રત કથા સાંભળો અને પૂજા પુરી થયા પછી પ્રસાદ સૌ વચ્ચે વહેંચી દો.