હિન્દુ ધર્મમાં ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષની અમાસનુ વિશેષ મહત્વ છે. આ વર્ષે આ તિથિ 27 ઓગ્સ્ટના રોજ આવી રહી છે. શનિવારના દિવસે અમાવસ્યા હોવાથી તેને શનિ અમાવસ્યા કહેવાય છે. જ્યોતિષમાં શનિ દોષ, સાઢેસાતી કે ઢૈય્યા પીડિત જાતકો માટે શનિ અમાવસ્યાનો દિવસ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે શનિદેવની પૂજા કરવાથી શનિના અશુભ પ્રભાવોથી મુક્તિ મળે છે
1. પીપળાના ઝાડની પૂજા - જ્યોતિષ મુજબ શનિદેવને પ્રસન્ન કરવા માટે પીપળાના વૃક્ષને સૌથી વધુ ફળદાયી માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે પીપળાના ઝાડમાં બધા દેવતાઓનો વાસ હોય છે. શનિદેવના દુષ્પ્રભાવથી બચવા માટે શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દિવો પ્રગટાવવો જોઈએ. કહેવાય છે કે આવુ કરવાથી શનિદોષ ખતમ થાય છે.