પ્રદોષ વ્રતની પૂજા વિધિ
સોમ પ્રદોષ વ્રતના દિવસે સ્નાન વગેરે કર્યા પછી સૌથી પહેલા ભગવાન શિવને પંચામૃત એટલે કે દૂધ, ઘી, ગંગાજળ, મધ અને દહીનો અભિષેક કરવો જોઈએ. તે પછી સાંજના સમયે એટલે કે પ્રદોષના સમયે ફરી એ જ રીતે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. આ રીતે જે વ્યક્તિ ભગવાન શિવ વગેરેની પૂજા કરે છે અને પ્રદોષનું વ્રત કરે છે, તેને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે અને તેને શ્રેષ્ઠ સંસારની પ્રાપ્તિ થાય છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ ત્રયોદશીની રાત્રે પ્રથમ પ્રહરમાં શિવની મૂર્તિના દર્શન કરે છે, તેને જીવનમાં અપાર લાભ મળે છે.