વિદર્ભ દેશમાં એક ઉત્તંક નામનો સદાચારી બ્રાહ્મણ રહેતો હતો. તેને સુશીલા નામની એક પતિવ્રતા પત્ની હતી. આ બ્રાહ્મણને એક પુત્ર અને પુત્રી એમ બે સંતાન હતા. વિવાહ યોગ્ય થતાં તેણે પુત્રીના વિવાહ સમાન કુળવાળા પરિવારમાં કર્યા. પરંતુ થોડા જ દિવસોમાં તે વિધવા થઇ ગઇ. દુ:ખી બ્રાહ્મણ દંપતી પુત્રી સાથે ગંગા તટે રહેવા લાગ્યા.
પિતાની આજ્ઞાનુસાર તેણે ઋષિ પંચમી વ્રત કર્યુ અને તેને સર્વ પાપો માંથી મુક્તિ મળી.આ જન્મમાં તેણે સુખ ભોગવ્યું અને પછીના જન્મે તેને અખંડ સૌભાગ્યની પ્રાપ્તી થઇ. આમ વ્રતના પ્રભાવ થી અખંડ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. શાસ્ત્રોમાં માન્યતા છે કે આ વ્રતને કોઈ પણ સ્ત્રી કે પુરૂષ કરે છે તો તેના બધા પાપોનો નાશ થઈ જાય છે. આ દિવસે મહિલાઓ કોઇ અન્ન નહીં પણ માત્ર સામો ખાઇને ઉપવાસ કરતી હોવાથી આ દિવસને સામાપાંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે.