આજે શુક્ર પ્રદોષ વ્રત, જાણો તેની મહિમા અને ભગવાન શિવની પૂજન વિધિ

શુક્રવાર, 9 એપ્રિલ 2021 (07:51 IST)
શાસ્ત્રોમાં પ્રદોષ વ્રત ભગવાન શિવની મહા કૃપા મેળવવાનો દિવસ છે. જે પ્રદોષ શુક્રવારના દિવસે આવે છે તેને શુક્ર પ્રદોષ કહે છે. શુક્ર પ્રદોષ વ્રત કરીને કોઈ પણ ભક્ત પોતાના મનની ઈચ્છાને ખૂબ જલ્દી પૂરી કરી શકે છે. દર મહિને બંને પક્ષબી ત્રયોદશી તિથિને પ્રદોષ વ્રત કરવામાં આવે છે. કોઈપણ પ્રદોષ વ્રતમાં ભગવાન શિવની પૂજા સાંજના સમયે સૂર્યાસ્તથી 45 મિનિટ પહેલા અને સૂર્યાસ્તના 45 મિનિટ પછી સુધી કરવામાં આવે છે. શુક્ર પ્રદોષનુ વ્રત કરીને જીવનના સમસ્ત રોગ દોષ શોક ક્લેશ હંમેશા હંમેશા માટે ખતમ થઈ જાય છે. આ વ્રતને કરીને આંખોનો રોગ/દામ્પત્યજીવનના ક્લેશ વગેરેને ખૂબ જ સહેલાઈથી દૂર કરી શકાય છે અને ડાયાબિટીસના રોગમાં આરામ મળે છે 
 
ભગવાન શિવની પૂજાથી ભયંકર રોગ થશે દૂર 
 
શુક્ર પ્રદોષના દિવસે સૂર્ય ઉદય થતા પહેલા ઉઠીને નાહીને સ્વચ્છ હલકા કે સફેદ ગુલાબી કપડા પહેરો. સૂર્ય નારાયણજીને તાંબાના લોટાથી જળમાં ખાંડ નાખીને અર્ધ્ય આપો અને પોતાના રોગને ખતમ કરવાની પ્રાર્થના સૂર્ય દેવને કરો.  આખો દિવસ ભગવાન શિવના મંત્ર ૐ નમ: શિવાય મંત્ર મનમાં ને મનમા જાપ કરતા રહો અને નિરાહાર રહો અને પાણીનુ વધુ સેવન કરો. સાંજના સમયે પ્રદોષ કાળમાં ભગવાન શિવને પંચામૃત (દૂધ દહી ઘી મઘ અને ખાંડ) થી સ્નાન કરાવો, ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવીને કંકુ, નાડાછડી, ચોખા, ધૂપદીપથી પૂજન કરો. 
 
આખા ચોખાની ખીર અને ફળ ભગવાન શિવને અર્પણ કરો. આસન પર બેસીને નમ: શિવાય મંત્રનો 108 વાર જાપ કરો અને શિવપંચાક્ષરી સ્તોત્રનો 5 વાર પાઠ કરો અને તમારા રોગોને દૂર કરવાની ભોલેનાથને પ્રાર્થના કરો. 
 
સાવધાનીઓ અને નિયમ 
 
તમારા ઘરે આવેલી બધી સ્ત્રીઓને મીઠાઈ ખવડાવો અને જળ પણ જરૂર પીવડાવો. ઘરમાં અને ઘરના મંદિરમા સાફ સફાઈ કરીને જ પૂજન કરો. ભગવાન શિવની પૂજામાં કાળા વસ્ત્રોનો પ્રયોગ ન કરો. બધા વ્રત વિધાનમાં મનમાં કોઈ પ્રકારનો ખોટો વિચાર ન આવવા દો. તમારા ગુરૂ અને પિતા સાથે સમ્માન પૂર્વક વાત કરો. બધા વ્રત વિધાનમાં ખુદને ભગવાન શિવને સમર્પિત કરી દો અને જળનુ સેવન વધુ કરો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર