Mangalwar Upay: કર્જ મુક્તિ માટે મંગળવારે કરો આ અચૂક ઉપાય, બજરંગબલીના થશે પ્રસન્ન

મંગળવાર, 21 જૂન 2022 (00:05 IST)
How to Please Lord Hanuman, Mangalwar Ke Upay: હિન્દુ ધર્મમાં મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત માનવામાં આવે છે. માન્યતા છૈકે હનુમાનજીની પૂજા કરવાથી બધા સંકટોથી મુક્તિ મળે છે. આ દિવસે ભક્ત હનુમાનજીની સાથે ભગવાન રામના પણ દર્શન કરે છે.  આ દિવસે બજરંગબલીની આરાધનથી શનિદેવ પ્રસન્ન થાય છે.  શાસ્ત્રોમાં હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય બતાવ્યા છે. જાણો મંગળવારના ઉપાય... 
 
1. હનુમાનજીની સામે સરસવના તેલનો દિવો પ્રગટાવવો જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. મંગળવારના દિવસે ગરીબ લોકોને જરૂરી વસ્તુઓનુ દાન કરવુ જોઈએ. માન્યતા છે કે આવુ કરવાથી ધન સંબંધી સમસ્યાઓથી મુક્તિ મળે છે. 
 
2. મંગળવારના દિવસે કર્જ મુક્તિ માટે સવારે ઓમ હનુમત નમ:નો 108 વાર મંત્રનો જાપ કરવો જોઈએ. મંગળવારે વ્રત રાખવાથી હનુમાનજીની વિશેષ કૃપા ભક્તો પર થાય છે. 
 
3. મંગળવારના દિવસે ઋણ મોચન અંગારક સ્તોત્રનો પાઠ કરવાથી કર્જથી મુક્તિ મળવાની માન્યતા છે. માન્યતા છે કે મંગળવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરવાથી બધા કષ્ટોથી મુક્તિ મળે છે. 
 
4. મંગળવારના દિવસે સવારે સ્નાન કર્યા બાદ ગાયને રોટલી ખવડાવવાથી માતા લક્ષ્મીની કૃપા થાય છે. આ દિવસે નારિયળને તમારા માથા પરથી સાત વાર ફેરવી લો અને નારિયળ હનુમાન મંદિરમાં મુકી આવો. માન્યતા છે કે આ ઉપાયથી ધન વૃદ્ધિ થાય છે. 
 
5. મંગળવારના દિવસે 11 પીપળાના પાન લો અને તેને સ્વચ્છ પાણીથી ધોયા બાદ પાન પર ચંદનથી શ્રીરામ લખો.  પછી આ પાનને હનુમાનજીને અર્પિત કરી દો. માન્યતા છે કે આવુ કરવાથી આર્થિક સંકટ દૂર થાય છે. 
 
6. પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. દીવામાં કાળી અડદની દાળના થોડા દાણા જરૂર નાખો. માન્યતા છે કે આવુ કરવ્વાથી બધા બગડેલા કામ બની જાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર