હકીકતમાં કાળો દોરો બાંધવાના વૈજ્ઞાનિક કારણ પણ છે. આપણુ શરીર પંચ તત્વોથી મળીને બન્યું છે. આ પંચ તત્વ- પૃથ્વી, હવા, અગ્નિ, જળ અને આભ. તેનાથી મળતી ઉર્જા આપણા શરીરનું સંચાલન કરે છે. તેનાથી મળતી ઉર્જાથી જ આપણે સર્વસુવિધાને પ્રાપ્ત કરીએ છે. જ્યારે કોઈ માણસની ખરાબ નજર આપણને લાગે છે ત્યારે આ પંચ તત્વોથી મળતી સંબંધિત સકારાત્મક ઉર્જા આપણા સુધી પહોંચી શકતી નથી. તેથી ગળામાં કાળો દોરો બાંધીએ છીએ. કેટલાક લોકો કાળો દોરામાં ભગવાનના લૉકેટ પણ ધારણ કરે છે તેને ખૂબ શુભ માને છે.