હિન્દુ ધર્મમાં સ્ત્રીને દેવીનુ સ્વરૂપ માનવામાં આવે છે અને તે પણ કોઈ અન્ય નહી પણ દેવી લક્ષ્મીનુ રૂપ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે એક ગૃહિણી ઘરનુ પાલન પોષણ કરે છે. ઘરની ગૃહિણીને માતા અન્નપૂર્ણા તરફથી ઘરનુ પાલન પોષણ કરવાનુ વરદાન પ્રાપ્ત હોય છે. આ જ કારણ છે કે શાસ્ત્રોમાં નારીને પૂજનીય માનવામાં આવે છે. પણ શાસ્ત્રોમાં એવા 10 પ્રકારની સ્ત્રીઓનુ વર્ણન કરવામાં આવ્યુ છે જે સામાન્ય સ્ત્રીઓથી વધુ સૌભાગ્યશાળી માનવામાં આવે છે. હવે આટલુ જાણ્યા પછી દરેક કોઈ એ જાણવા માંગશે કે તેમના વિશે જાણ થઈ જાય જેનાથી તેમના જીવનમાં ક્યારેય સૌભાગ્યની કમી ન આવે. તો ચાલો જાણીએ કેવી સ્ત્રી હંમેશા ઘરને જોડીને રાખે છે અને પરિવાર વચ્ચે હંમેશા સાંમાજસ્ય બનાવી રાખે છે