Karwa Chauth 2021: કરવા ચોથ શુભ મુહૂર્ત અને જાણો શુ કરશો શુ નહી ?

બુધવાર, 20 ઑક્ટોબર 2021 (00:38 IST)
કરવા ચોથ ઓક્ટોબરમાં વિશેષ દિવસોની યાદીમા આગામી મોટો તહેવાર છે. જેઓ નથી જાણતા તેમના માટે કરવા ચોથ એક ઉપવાસ અને ધાર્મિક દિવસ છે જે મુખ્યત્વે પરિણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે. સ્ત્રીઓ ચંદ્ર, ભગવાન શિવ અને ભગવાન ગણેશ સહિત તેમના પરિવારની પૂજા કરે છે.
 
કરવા ચોથ પૂર્ણિમા હિન્દુ ચંદ્ર કેલેન્ડર મુજબ આસો મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્થી પર ઉજવવામાં આવે છે. આ વર્ષે કરવા ચોથ 24 ઓક્ટોબર 2021, રવિવારે ઉજવવામાં આવશે.
 
આ ખૂબ જ પવિત્ર તહેવાર છે અને પાણી પણ પીધા વગર આખો દિવસ કડક ઉપવાસ કરીને મનાવવામાં આવે છે. માટે ઉપવાસની ગંભીરતા જાળવવા માટે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તેથી, અહીં અમે કરવા  ચોથ દરમિયાન શું કરવું અને શું ન કરવું તેના વિશે બતાવી રહ્યા છીએ.
 
કરવા ચોથ 2021 - શુભ તિથિ અને સમય 
 
કરવા ચોથ પૂજા મુહૂર્ત 17:43 - 18:58
કરવા ચોથ વ્રતનો સમય 06:13 - 20:16
24 ઓક્ટોબરથી 03:01 વાગ્યે ચોથ શરૂ થશે
25 ઓક્ટોબરના રોજ 05:43 વાગ્યે ચોથ સમાપ્ત થશે
ચંદ્રોદય 20:16 
સૂર્યોદય 06:13
સૂર્યાસ્ત 17:43
 
કરવ ચોથ 2021: શું કરવું અને શું નહીં?
 
સૌ પહેલા જાણીએ શુ કરવુ ? 
 
- સૂર્યોદયથી ઉપવાસ શરૂ થતા મહિલાઓએ વહેલા ઉઠવું જોઈએ.
- સવારે તેઓએ વડીલોના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા જોઈએ.
- સરગી સૂર્યોદય પહેલા ખાવી જોઈએ, જેમાં સાસુ દ્વારા આપવામાં આવતા ખોરાકનો સમાવેશ થવો જોઈએ.
- લાલ, નારંગી અને પીળો રંગ શુભ માનવામાં આવે છે, મહિલાઓએ આ રંગોના ડ્રેસને મહત્વ આપવું જોઈએ.
- ઉપવાસની સકારાત્મકતા માટે, મહિલાઓએ પોતાની અંદર અને પરિવારના સભ્યો વચ્ચે શાંતિ જાળવવી જોઈએ.
- ચંદ્રના દર્શન અને અર્ઘ્ય અર્પણ કર્યા બાદ વ્રત સમાપ્ત કરવું જોઈએ.
 
શુ ન કરવુ ? 
- પૂજા માટે કાળા અને સફેદ રંગ શુભ હોતા નથી તેથી મહિલાઓએ આ રંગોના કપડાં વ્રત દરમિયાન ન પહેરવા જોઈએ.
- મહિલાઓએ દિવસ દરમિયાન સૂવું ન જોઈએ કારણ કે તે શુભ નથી.
- આ દિવસે કાતર કે સોઈનો પ્રયોગ ન કરવો જોઈએ 
- સ્ત્રીઓએ કોઈને મનદુ:ખ થાય તેવુ કશુ ન બોલવુ જોઈએ. જીભ પર કંટ્રોલ રાખવો જોઈએ 
- આ દિવસે સ્ત્રીએ પોતાના શૃંગારનો સામાન કોઈને ન આપવો જોઈએ. તેથી આ બધી વાતોનુ સારી રીતે ધ્યાન રાખો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર