આપ જાણો છો લોકો જીવ જોખમમાં મુકીને કેદારનાથની યાત્રા કેમ કરે છે

મંગળવાર, 10 મે 2016 (06:30 IST)
4 એપ્રિલથી યાત્રા માટે આવી રહ્યા છે ભક્તો 
 
4 એપ્રિલ વૈશાખ શુક્લ પંચમી તિથિના દિવસે કેદારનાથની પાવન યાત્રા શરૂ થઈ ગઈ છે. કેદારનાથનો રસ્તો આમ તો પહેલાથી જ દુર્ગમ માનવામાં આવતો હતો. પણ ગયા વર્ષે આવેલ જળ પ્રલય પછી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. 
 
આમ છતા શાસ્ત્રગત નિયમ મુજબ કેદારનાથનુ કપાટ અખાતત્રીજના બીજા દિવસે ખોલી દેવામાં આવ્ય છે અને ભક્ત પણ બાબા કેદારનાથની યાત્રા માટે આવી રહ્યા છે.  
 
કેદારનાથના પ્રત્યે શ્રદ્ધાનુ કારણ શુ છે ? 
 
આ વર્ષે કપાટ ખોલવાના દિવસે ભક્તોની એટલી સંખ્યા તો નથી જે ગયા વર્ષે કે ત્રાસદી પહેલા રહેતી હતી. પણ એવુ નથી કે લોકોએ આવવાનુ જ છોડી દીધુ છે. 
 
આસ્થા અને વિશ્વાસથી ભરેલ ભક્ત મુશ્કેલ માર્ગ અને જોખમ છતા કેદારનાથનો જયકારો લગાવતા આવી રહ્યા છે.  કેદારનાથ પ્રત્યે આટલી શ્રદ્ધાનુ કારણ શુ છે ? 
 
 

સતયુગમાં ભગવાન શિવ બન્યા કેદારનાથ 
 
પુરાણોમાં ભગવાન શિવના અનેક નામોમાંથી એક નામ કેદારનાથ પણ બતાવાયુ છે.  કેદારનાથ બાર જ્યોર્તિલિંગોમાંથી એક માનવામાં આવે છે. તેમનુ આ નામ સતયુગના સમયે પડ્યુ અને ત્યારથી આજ સુધી ઉત્તરાખંડની પવિત્ર ભૂમિ પર ભગવાન શિવ કેદારનાથ નામથી હિમાલયની ઊંચી પહાડી પર વિરાજમાન છે. 
 
 
પુરાણોમાં વર્ણિત કથા મુજબ સતયુગમાં ભગવાન વિષ્ણુએ નર અને નારાયણના રૂપમાં અવતાર લીધો. અલકનંદા નદીના બંને કિનારો પર રહેલ નર અને નારાયણ પર્વત પર તેમણે આકરી તપસ્યા કરી. 
 
 

કેદારનાથના દર્શનનું મહત્વ 
 
નર નારાયણની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રકટ થયા. વિષ્ણુના અવતાર હોવાને કારણે તેમણે કોઈ સાંસારિક ફળની ઈચ્છા નહોતી.  તેથી જ્યારે ભગવાન શિવે કહ્યુ કે વર માંગો. ત્યારે નર અને નારાયણે કહ્યુ કે આપ આ ક્ષેત્રમાં નિવાસ કરો. જે પણ ભક્ત અહી આવે છે તે જીવન મરણના ચક્રમાંથી મુક્તિ મેળવે.  
 
નર અને નારાયણની પ્રાર્થના પર ભગવાન શિવે કહ્યુ કે અહી જ્યોતિર્લિંગ પ્રકટ થશે જે સાક્ષાત શિવ રૂપ હશે. તેના દર્શન કરવાથી શિવ દર્શન કરવાનુ પુણ્ય પ્રાપ્ત થશે. નર અને નારાયણની પ્રાર્થના પર જ્યોતિર્લિંગ પ્રકટ થયા. જ્યા શિવનુ જ્યોતિર્લિંગ પ્રકટ થયુ ત્યાં કેદાર નામના ધર્મપ્રિય રાજાનુ શાસન હતુ.  
 
રાજા કેદારના નામ પર આ ક્ષેત્ર કેદારખંડ તરીકે ઓળખાતુ હતુ. રાજા કેદાર ભગવાન શિવના ભક્ત હતા. રાજા કેદાર અને કેદારખંડના રક્ષકના રૂપમાં ભગવાન શિવનુ જ્યોતિર્લિંગ પ્રકટ થવાને કારણે ભગવાન શિવ કેદારનાથ તરીકે ઓળખાયા.  પુરાણોમાં બતાવેલ કેદારનાથના આ મહત્વને કારણે જ ભક્ત જીવનનો મોહ ત્યાગીને કેદારનાથના ધામમાં  પહોંચે છે. 

વધુ ફોટા જોવા આગળ ક્લિક કરો 
 

વેબદુનિયા પર વાંચો