કૃષ્ણ જન્માષ્ટમી 2018 - આજે મથુરા અને વૃન્દાવનમાં જન્માષ્ટમી ઉજવાય રહી છે. આ પર્વ પર તમે પણ તમારા ઘર કે કોઈ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરી શકો છો. બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ ભગવાન શ્રીકૃષ્ણની પૂજામાં કેટલીક ખાસ વસ્તુઓ હોવી ખૂબ જરૂરી છે. જેના વગર ભગવાન કૃષ્ણની પૂજા અધુરી માનવામાં આવે છે. આમ તો પૂજામાં અનેક વસ્તુઓ હોય છે પણ સામાન્ય લોકો માટે સમય અને પૈસાની કમીને કારણે બધી વસ્તુઓ લેવી શક્ય નથી. પણ અમે તમને આવી જ કેટલીક ખાસ વસ્તુઓ વિશે બતાવી રહ્યા છે જે સહેલાઈથી મળી જાય છે અને તેના વગર ભગવાનની પૂજા પણ અધુરી માનવામાં આવે છે.
- પંચામૃત - આ મધ, ઘી, દહી, દૂધ અને ખાંડ આ પાંચ વસ્તુઓને મળીને તૈયાર કરવુ જોઈએ. પછી શુદ્ધ પાત્રમાં તેનો ભોગ ભગવાનને લગાવો.
- અનુલેપન - પૂજામાં વપરતા દુર્વા, કંકુ, ચોખા, અબીલ, સુગંધિત ફુલ અને શુદ્ધ જળને અનુલેપન કહેવામાં આવે છે.
ભોગ - જન્માષ્ટમીની પૂજા માટે બનાવેલ ભોગમાં માખણ, મિશ્રી, તાજી મીઠાઈઓ, તાજા ફળ, લાડુ, ખીર, તુલસીન પાન સામેલ કરવા જોઈએ.