Hartalika Teej - 24 ઓગસ્ટના રોજ કેવડાત્રીજ આ છે પૂજાનુ યોગ્ય મૂહુર્ત

બુધવાર, 23 ઑગસ્ટ 2017 (16:41 IST)
કેવડાત્રીજ 24 ઓગસ્ટના રોજ ઉજવાવામાં આવે છે. કેવડાત્રીજનુ વ્રત પતિની લાંબી આયુ માટે મહિલાઓ રાખે છે. ઉત્તર ભારતમાં આ વ્રત કુંવારી યુવતીઓ પણ કરે છે. કારણ કે એવુ માનવામાં આવે છે કે શિવ જીને પતિના રૂપમાં મેળવવા માટે આ વ્રતને પાર્વતીજીએ લગ્ન પહેલા કર્યુ હતુ. 
 
ભાદ્રપદના શુક્લપક્ષની તૃતીયાએ કેવડાત્રીજ ઉજવવામાં આવે છે. આ ઉપવાસમાં શિવ અને પાર્વતીનુ વિશેષ મહત્વ છે. 

કેવડાત્રીજની વ્રત કથા સાંભળવા ક્લિક કરો 
 
સવારે 5.45 વાગ્યાથી ત્રીજ લાગી જશે તેથી વ્રત કરનારી સ્ત્રીઓ અને યુવતીઓએ આ પહેલા જ રાત્રે 12 પહેલા જમીને છેલ્લે કાકડી ખાઈ લેવી. એવુ કહેવાય છે કે છેલ્લે કાકડી ખાવાથી મોઢુ શુદ્ધ થઈ જાય છે. આ વ્રત નિર્જળ મતલબ કે પાણી વગર  રાખવામાં આવે છે. (જે લોકો નકોરડો ઉપવાસ ન કરી શકે તેઓ પાણી અને ફ્રૂટ લઈ શકે છે) 
 
એવુ કહેવાય છે કે મા પાર્વતીએ જંગલમાં જઈને ભગવાન શિવને પતિના રૂપમાં મેળવવા માટે અનેક વર્ષો સુધી પાણી પીધા વગર તપ કર્યુ હતુ જ્યાર પછી ભગવાન શિવે તેમને પોતાની પત્નીના રૂપમાં સ્વીકારી હતી. 
 
પૂજાનું મુહૂર્ત 
 
સવારે 05:45થી સવારે 08:18 વાગ્યા સુધી  
સાંજે 6.30 વાગ્યાથી રાત્રે 08:27 વાગ્યા સુધી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર