Guruwar upay- જો તમે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માંગતા હોવ તો ગુરુવારે સ્નાન કરો, ધ્યાન કરો અને આચમન કરો. આ પછી પીળા વસ્ત્રો પહેરો અને સૌથી પહેલા ભગવાન ભાસ્કરને જળ અર્પણ કરો. ત્યાર બાદ વિધિ-વિધાન પ્રમાણે લક્ષ્મી નારાયણની પૂજા કરો. આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુને અષ્ટકોણીય કમળ અર્પણ કરો. આ ઉપાય કરવાથી સાધક પર ભગવાન વિષ્ણુની કૃપા વરસે છે.
- ગુરુવારે ન તો ઉધાર આપવુ જોઈએ અને ના તો ઉધાર લેવુ જોઈએ. એવું કહેવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિની કુંડળીમાં ગુરુની સ્થિતિ બગડી શકે છે, જેના કારણે વ્યક્તિને આર્થિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.
- કેળાના ઝાડની પૂજા-જળમાં હળદર અને ચણાની દાળ નાખી કેળાના ઝાડના મૂળમાં ચઢાવો.
- ગુરુવારે તુલસીને દૂધ ચઢાવવાથી રવિવાર સિવાય દરરોજ સાંજે તુલસીમાં દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.