શુક્રવારે કરો આ ઉપાય, મા લક્ષ્મી આપનુ ઘર સુખ-શાંતિથી પરિપૂર્ણ રાખશે

શુક્રવાર, 1 જાન્યુઆરી 2021 (08:00 IST)
હિન્દુ ધર્મમાં શુક્રવારને દેવી લક્ષ્મી અને વૈભવ-વિલાસનો દિવસ માનવામાં આવે છે.શુક્રવાર માતા લક્ષ્મીનો દિવસ છે.ધનની દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે વિધિવત પૂજા કરવામાં આવે છે.શુક્રવાર લક્ષ્મીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. જો તમે આ દિવસે લક્ષ્મી માતા નું સાચા હ્રદય થી પૂજન-અર્ચન કરો તો તમારા ઘર માં સાક્ષાત લક્ષ્મી માતા નો વાસ થાય છે અને તમારું ઘર સુખ-શાંતિ થી પરિપૂર્ણ રહે. લક્ષ્મી માતા ને પ્રસન્ન કરવા શાસ્ત્રો માં દર્શાવેલા આ ચમત્કારિક ઉપાયો અજમાવવા થી માતા લક્ષ્મી ની તમારા પર કૃપા વરસી રહેશે અને તમે જીવન માં ક્યારેય પણ આર્થિક નાણાંભીડ ની સમસ્યા થી નહીં પીડાવ. તો ચાલો જાણીએ ક્યાં છે આ ઉપાયો.
 
જો તમે પણ આર્થિક સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ તો શુક્રવાર ના દિવસે ઘર ના પૂજાસ્થળ માં લક્ષ્મી માતા ની સ્થાપના કરો અને તેમની પ્રતિમા સામે ગાય ના ઘી નો દીપક પ્રજ્વલિત કરવો જેથી , તમારી આવક માં વૃધ્ધિ થશે.
 
લક્ષ્મી માતા ને મોગરો અતિપ્રિય હોય છે જો તમે શુક્રવાર ના દિવસે લક્ષ્મી માતા ને મોગરા નું અતર અથવા તો લાલ જાસૂદ અને ગુલાબ અર્પિત કરો તો માતા લક્ષ્મી ની કૃપા તમને ફળશે. આ ઉપરાંત જો તમે કેવડો અથવા તો કેવડા નું અતર માતા લક્ષ્મી ને અર્પિત કરો તો ઘર માં સુખ-શાંતિભર્યો માહોલ બન્યો રહે છે તથા તમને માનસિક શાંતિ પ્રદાન થાય છે.
 
જો તમે શુક્રવાર ના દિવસે લક્ષ્મી માતા ની પ્રતિમા ને ચંદન લગાવી તથા તેમને સોળે શણગાર થી સજાવીને ત્યાર બાદ તેમનું પૂજન-અર્ચન કરો તો તમારું વૈવાહિક જીવન સુખમયી બની રહે છે તથા જિવનસાથી સાથે ના સંબંધો ગાઢ અને મધુર બને છે.
 
જો તમે શુક્રવાર ના શુભ દિવસે ગરમ રોટલી અને ગોળ નું ગાય ને સેવન કરાવડાવવો તો લક્ષ્મી માતા ની કૃપા થી તમારું અને તમારા પરિવાર નું સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.
 
આ સિવાય જો તમે શુક્રવાર ના દિવસે 11  આખા લવિંગ ને પીળા કપડાં માં બાંધીને રસોઈઘર ના પૂર્વ દિશા માં એક ખૂણા માં બાંધી દયો તો તમારા ઘર માં ક્યારેય પણ ધાન ની ઉણપ સર્જાતી નથી. તેમના અન્ન ના ભંડાર ક્યારેય પણ ખૂટતા નથી.
 
આ ઉપરાંત ઉપરોક્ત ઉપાય અજમાવતા સમયે લક્ષ્મી માતા ના આ દિવ્ય મંત્ર નું મંત્રોચારણ કરવું જેથી લક્ષ્મી માતા ની કૃપા સદાય તમારા પર બની રહે. આ દિવ્ય મંત્ર આ મુજબ છે.
 
|| ૐ હ્રીં હ્રીં શ્રીં શ્રીં લક્ષ્મી વાસુદેવાય નમઃ ||

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર