Dev Diwali 2023 - દેવ દિવાળીની શુભેચ્છા

સોમવાર, 27 નવેમ્બર 2023 (08:29 IST)
Dev Diwali- કારતક સુદ પૂનમના રોજ ઉજવવામાં આવતી ‘દેવદિવાળી’ શ્રદ્ધાળુઓ મંદિરોમાં તુલસી વિવાહ કરે છે અને આજના દિવસ થીજ લગ્નો માટેનું શુભ મુરત નિકળે છે. દેવ દિવાળીનુ સનાતન ધર્મમાં ખૂબ જ મહત્વ છે. આ પર્વને લોકો બુરાઈ પર અચ્છાઈની જીતના રૂપમાં ઉજવે છે. ધાર્મિક માન્યતાઓના મુજબ ભગવાન શિવે આ દિવસે રાક્ષસ ત્રિપુરાસુરને હરાવ્યો હતો. શિવજીની જીતનો જશ્ન મનાવવા બધા દેવી દેવતા તીર્થ સ્થળ વારાણસી પહોચ્યા હતા. જ્યા તેમણે લાખો માટીના દિવા બનાવ્યા. તેથી આ તહેવારને પ્રકાશ ના તહેવારના રૂપમાં પણ ઉજવવામાં આવે છે. 
 
દેવ દિવાળીની આપને તથા આપના પરિવારને હાર્દિક શુભકામનાઓ..
તમારી દેવ દિવાળી શાંતિપૂર્ણ અને સમૃદ્ધિભરી બની રહે.
 
આ દેવ દિવાળી તહેવાર તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ,
સુખ અને તેજ લાવે. ભગવાન વિષ્ણુની આસ્થાના પાવન પર્વ
દેવ દિવાળી ની આપ સૌને હાર્દિક શુભેચ્છા. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર