Chaturmas 2021- આજથી ચાતુર્માસ શરૂ જાણો શું કરવુ શું ન કરવું

મંગળવાર, 20 જુલાઈ 2021 (07:50 IST)
જે દિવસોમાં ભગવાન વિષ્ણુ શયન કરે છે તે ચાર મહીનાને ચાતુર્માસ અને ચોમાસ પણ કહે છે. દેવશયની એકાદશીથી દેવપોઢી એકાદશી સુધી ચાતુર્માસ ચાલશે. એકાદશીથી એકાદશી સુધીનો ચાતુર્માસ  સુધીના ચાર મહીનામાં જુદાજુદા ધાર્મિક કાર્ય કરવાથી માણસને ખાસ પુણ્ય લાભની પ્રાપ્તિ થાય છે. કારણકે આ દિવસોમાં કોઈ પણ જીવની તરફ કરેલ કોઈ પણ પુણ્યકર્મ ખાલી નહી જાય. આમ તો ચાતુર્માસનો વ્રત દેવશયની એકાદશીથી શરૂ થાય છે. પણ દ્વાદશી, પૂર્ણિમા, અષ્ટમી અને કર્કની સંક્રાતિથી પણ આ વ્રત શરૂ કરી શકાય છે. એકાદશીના દિવસે ભગવાનને પીળા વસ્ત્રથી શ્રૃંગાર કરી અને સફેદ રંગના શૈય્યા પર સફેદ રંગના જ વસ્ત્ર ઢાંકીને તેને શયન કરાવો. 
 
ચાતુર્માસમાં શું ન કરવું 
શ્રાવણ એટ્લેને સાવનના મહીનામાં શાક અને લીલી શાકભાજી, ભ્રાદપદમાં દહીં, અશ્વિનમાં દૂધ અને કાર્તિકમાં દાળ ખાવું વર્જિત છે. કોઈની નિંદા કે ચુગલી ન કરવી અને ન જ કોઈથી દગાથી તેનનાથી કઈક હાસેલ કરવાવું જોઈએ. ચાતુર્માસમાં શરીર પર તેલ નહી લગાવું જોઈએ અને કાંસાના વાસણમાં ક્યારે ભોજન નહી કરવું જોઈએ જે પોતાની ઈન્દ્રિયોનો દમન કરે છે એ અશ્વમેઘ યજ્ઞના ફળને પ્રાપ્ત કરે છે. 
 
ચાતુર્માસમાં શું કરવું 
શાસ્ત્રાનુસાર ચાતુર્માસ અને ચોમાસાના દિવસોમાં દેવકાર્ય વધારે હોય છે. જ્યારે હિન્દુઓના લગ્ન વગેરે ઉત્સવ નહી કરાય્ આ દિવસોમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા દિવસ ઉજવાય છે પણ નવમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને નવનિર્માણ વગેરેના કાર્ય નહી કરાય જ્યારે ધાર્મિક અનુષ્ઠાન, શ્રીમદભાગવત જ્ઞાન યજ્ઞ, શ્રી રામાયણ અને શ્રીમદભગવતગીતાનો પાઠ, હવન યજ્ઞ વગેરે કાર્ય વધારે હોય છે. ગાયત્રી મંત્રના પુરશ્ચરણ અને બધા 
 
વ્રત શ્રાવણ માસમાં પૂરા કરાય છે. શ્રાવણના મહીનામાં મંદીરમાં કીર્તન, ભજન, જાગરણ વગેરે કાર્યક્રમ વધારે હોય છે. 
 
શું કરવાથી શું ફળ મળે છે
સ્કંદપુરાણ મુજબ સંસારમાં માણસ જન્મ અને વિષ્ણુ ભક્તિ બન્ને જ દુર્લભ છે પણ ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુનો વ્રત કરતા માણસ જ ઉત્તમ અને શ્રેષ્ઠ ગણાય છે. ચોમાસાના આ ચાર માસમાં બધા તીર્થ, દાન પુણ્ય 
 
અને દેવ સ્થાન ભગવાન વિષ્ણુજીની શરણ લઈને સ્થિત હોય છે. અને ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુને નિયમથી પ્રણામ કરનારનો જીવન શુભફળદાયક બની જાય છે. 
ચાતુર્માસ દરમિયાન વ્રતધારીએ રીંગણાં, કારેલાં, કોળું વગેરે શાક વર્જ્ય ગણવાં જોઈએ. શ્રાવણ માસમાં શાક, ભાદરવામાં દહીં, આસો માસમાં દૂધ અને કારતક માસમાં દ્વિદળવાળાં કઠોળનો વ્રતધારીએ ત્યાગ કરવો 
 
જોઈએ.
ચાતુર્માસ દરમિયાન યોગાભ્યાસ કરવાથી બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે. જે વ્રતધારી 'ॐ નમો નારાયણ' મંત્રનો એકાગ્રતાપૂર્વક જાપ કરે છે તેને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને તે પરમ ગતિને પામે છે."
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર