બ્રહ્મ મુહૂર્તમાં ઉઠનારા બને છે ભાગ્યશાળી, દરેક મનોકામના થાય છે પુરી, જાણો કેવી રીતે ઉઠાવવો આ સમયનો લાભ
ઘરના વડીલો મોટેભાગે આપણને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની સલાહ આપે છે કારણ કે આ એક એવો સમય છે જ્યારે સકારાત્મક ઉર્જા ચરમ પર હોય છે. આવામાં આ સમયે ઉઠવાથી શરીરને અનેક લાભ મળે છે. ઉલ્લેખનીય છે કે બ્રહ્મ મુહૂર્ત શબ્દમાં બ્રહ્મ નો અર્થ છે પરમાત્મા અને મુહૂર્તનો અર્થ છે સમય તેથી બ્રહ્મ મુહૂર્તનો મતલબ થયો પરમાત્માનો સમય.
બ્રહ્મ મુહૂર્તનો લાભ ઉઠાવવા માંગો છો તો આ સમય પર તરત જ જાગ્યા બાદ પૂર્વ દિશા તરફ મોઢુ કરીને અને આંખો બંધ કરીને તમારા બંને હાથન એ જોડીને પ્રાર્થન કરો - કરાગ્રે વસતે લક્ષ્મી: કરમૂલે સ્થિતિ બ્રહ્મા પ્રભાગે કરદર્શનમ ... તેનો મતલબ છે મારા હાથનો અગ્રભાગમાં ભગવતી મા લક્ષ્મી તમારો વાસ છે. મઘ્યભાગમાં વિદ્યાદાત્રી મા સરસ્વતી અને મૂળભાગમાં સૃષ્ટિના પાલનહાર પ્રભુ વિષ્ણુ આપશ્રી વિરાજમાન છો. સવારના સમયની વેલામાં હુ તમારુ સિમરન અને દર્શન કરુ છુ. એવુ કહેવાય છે કે બ્રહ્મ મુહૂર્તમાં આ ઉપાય કરવાથી જીવનમાં ક્યારેય ધન ધાન્યની કમી નથી થતી.
વિદ્યાર્થીઓ અને કામકાજી લોકો માટે આ સમય અમૃત સમાન છે. આ સમયે અભ્યાસની યોજના બનાવવાથી સફળતા મળવાની શક્યતા વધી જાય છે. તેથી વડીલો આ સમયે ઉઠીને વાંચવાની સલાહ આપે છે. એટલું જ નહીં, આ શુભ સમય દરમિયાન જપ, ધ્યાન કે પૂજા કરવાથી અનેક ગણું સારું પરિણામ મળે છે. દેવી-દેવતાઓના આશીર્વાદ સરળતાથી પ્રાપ્ત થાય છે.