Dev deepawali 2025: કારતક મહિનાની પૂનમના દિવસે દેવ દિવાળી ઉજવાય છે. પૌરાણિક માન્યતાઓ મુજબ ભગવાન શિવે આ દિવસે ત્રિપુરાસુરન વધ કરી સમસ્ત સૃષ્ટિને તેના અત્યાચારોથી મુક્તિ અપાવી હતી. ત્યારબાદ બધા દેવી-દેવતાઓએ ધરતી પર આવીને ગંગા સ્નાન કર્યુ હતુ અને ગંગા તટ પર અસંખ્ય દીવા પ્રગટાવ્યા હતા. ત્યારથી કાર્તિક પૂર્ણિમાના દિવસે દિવો પ્રગટાવવા અને દેવ દિવાળીના રૂપમાં ઉજવવાની પરંપરા ચાલી રહી છે. ભગવાન શિવ દ્વારા ત્રિપુરાસુરને સમાપ્ત કરવાને કારણે કાર્તિક પૂર્ણિમાને ત્રિપુર પૂર્ણિમા કે ત્રિપુરારી પૂર્ણિમા પણ કહે છે. દેવ દિવાળીના દિવસે હરિદ્વાર અને કાશીમાં વિશેષ આયોજન થાય છે અને આ દિવસે ગંગા ઘાટ અસંખ્ય દિવાની રોશનીથી જગમગી ઉઠે છે. આ દિવસે ભગવાન શિવ અને વિષ્ણુની પૂજાનુ વિશેષ મહત્વ છે.
ઘરમાં પ્રગટાવવા જોઈએ 51 દિવા
કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળીનો તહેવાર પણ ઉજવાય છે. આ દિવસે ઘરના મુખ્ય દ્વાર, તુલસીના કુંડા, પીપળો, આમળા અને મંદિરમાં દિવો જરૂર પ્રગટાવવો જોઈએ. દિવો પ્રગટાવવાની 5, 7, 9, 11, 13, 51 એટલે કે વિષમ સંખ્યામાં દિવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ઘરમાં 51 દીવા પ્રગટાવવા એ પૂર્ણતાનું પ્રતીક છે. તેમાથી 27 નક્ષત્રો માટે 27 દીવા, પંચપાલના નામના 5 દીવા, 10 દીપપાલના નામથી, ચાર દિશાઓ માટે 4 દીવા અને ઘરના મંદિર, રસોડામાં, આંગણામાં અને તુલસીના છોડ પાસે દિવા પ્રગટાવવામાં આવે છે.
દેવ દિવાળી પર દાનનુ મહત્વ
દેવ દિવાળીના દિવસે ચોખા, દૂધ, ઘી અને સફેદ વસ્ત્રનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે. તુલસીના છોડની પૂજા અને દાનથી વિવાહ અને સંતાન પ્રાપ્તિમાં આવનારા અવરોધો દૂર થાય છે. આ ઉપરાંત પૂર્ણિમાના દિવસે ચંદ્રમાની પૂજા કરવી અને અર્ધ્ય આપવાથી સકારાત્મક ઉર્જા અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. આ દિવસે ચંદ્ર દોષ કરવા માટે સફેદ વસ્ત્ર અને ચાંદીનુ દાન કરવુ શુભ માનવામાં આવે છે.