Ashadh Maas 2023- અષાઢ મહિના શરૂ: આ આખા મહીના કરો આ નિયમોનુ પાલન

સોમવાર, 5 જૂન 2023 (12:30 IST)
Ashadh Maas  - સનાતન ધર્મમાં દર મહીનાને મહત્વપૂર્ણ જણાવ્યુ છે પણ અષાઢ મહીના ખૂબ ખાસ ગણાય છે. જે હિંદુ ધર્મના પવિત્ર મહીનો હોય છે. પંચાગ મુજબ આજે એટલે કે 5 જૂનથી અષાઢ મહીનો શરૂ થઈ રહ્યો છે. 
 
આ દરમિયાન કેટલાક એવા કાર્ય જણાવ્યા છે જેને જો આખા મહીનામાં કરાય તો જાતકને ઉત્તમ ફળોની પ્રાપ્તિ થાય છે તો આજે અમે તમને અષાધ મહીનાથી સંકળાયેલા કેટલાક નિયમ જણાવી રહ્યા છે તો આવો જાણીએ છે. 
 
અષાઢ મહીનાથી સંકળાયેલા નિયમ 
તમને જણાવીએ કે અષાઢ મહીના પ્રથમ દિવસે સ્નાન અને પૂજા પાઠ પછી ખડાઉ (ચપ્પલ), છત્રી, મીઠું અને આમળા નું દાન અવશ્ય કરો, આમ કરવાથી તમને લાભ મળે છે. આ આખા મહિનામાં લક્ષ્મીનારાયણની પૂજા કરો, આમ કરવાથી તમને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. તે સિવાય અષાઢ મહીનામાં તામસિક ભોજનના સેવન નહી કરવો જોઈએ. સાથે જ આ મહીનામા ઉકાળેલુ પાણી જ પીવો જોઈએ. આવુ કરવાથી આરોગ્ય સારુ રહે છે અને રોગોથી પણ બચાવ થઈ જાય છે. 
 
આ આખા મહીનામાં કેટલાક કાર્ય કરવાથી મનાહી હોય છે જો આ કાર્યને કરે છે તો તેનાથી દેવી-દેવતા ગુસ્સે થઈ જાય છે અને જાતકને કષ્ટ અને દુખોનો સામનો કરવો પડે છે. તેથી અષાઢ મહીનામાં ભૂલીને પણ લગ્ન, વિવાહ, મુંડન, જનોઈ, ગૃહસ્કાર વગેરે કાર્યો ન કરવા જોઈએ. પાણીનો બગાડ તો કોઈ મહીનામાં પણ ન કરવો જોઈ પણ જો આ મહીનામાં કોઈ પાણીનો બગાડ કરે છે તો તેને કષ્ટોનો સામનો કરવો પડે છે. આ મહીનામાં વરૂણ દેવની પૂજા કરવાથી ઉત્તમ ફળોની પ્રાપ્તિ થાય છે. આ આખા મહીના વાસી ભોજન કરવાથી બચવો જોઈએ. અષાઢ મહીનામાં ઈશ્વર ભક્તિ કરવી ઉત્તમ હોય છે. પણ ભૂલીને પણ વાદ-વિવાદ અને ક્લેશ ન કરવો જોઈએ. 
Edited By-Monica sahu

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર