Amavasya 2021 : અમાવસ્યા પર કરી લો આ ઉપાય, પિતૃ અને કાલસર્પ દોષથી મળશે મુક્તિ

શુક્રવાર, 9 જુલાઈ 2021 (00:02 IST)
Amavasya 2021 : હિન્દુ પંચાગ મુજબ દર મહિને અમાવસ્યા આવે છે. અમાસનુ  હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ હોય છે. અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાનનુ ખૂબ મહત્વ હોય છે. પણ આ વખતે કોરોના વાયરસને કારણે ઘરમાં રહીને જ સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરો. સ્નાન કરતી વખતે મા ગંગાનુ ધ્યાન જરૂર કરો.  આ વખતની અમાસ ખાસ છે. આ અમાસ પર કેટલાક ઉપાય કરવાથી પિતૃ અને કાલસર્પ પર કેટલાક ઉપાય કરવાથી પિતૃ અને કાલસર્પ દોષથી મુક્તિ મળી જાય છે. 
 
કાલસર્પ દોષ 
 
જ્યોતિષ મુજબ કુંડલીમાં જ્યારે રાહુ અને કેતુના મઘ્ય બધા ગ્રહ આવી  જાય છે તો કાલસર્પ દોષનુ નિર્માણ થાય છે.  કાલસર્પ દોષને કારણે વ્યક્તિને જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 
 
ઉપાય - કાલસર્પ દોષથી મુક્તિ માટે અમાસના પાવન દિવસે વિધિ-વિધાનથી ભગવાન શિવની પૂજા અર્ચના કરવી જોઈએ.  આ દિવસે દૂધ, ગંગા જળ, વગેરેથી સોમનાથનો અભિષેક કરો. ભોલેનાથને ભોગ પણ લગાવો અને તેમની આરતી કરો. ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી કાલસર્પ દોષથી મુક્તિ મળી શકે છે. 
 
પિતૃ દોષ 
 
જ્યોતિષ માન્યતાઓ મુજબ કુંડળીમાં બીજા, ચોથા, પાંચમા, સાતમા, નવમા અને દસમાં ભાવમાં સૂર્ય રાહુ કે સૂર્ય શનિની યુતિ બનવા પર પિતૃ દોષ લાગી જાય છે. સૂર્ય તુલા રાશિમાં રહેવા પર કે રાહુ કે શનિ સાથે યુતિ થતા પિતૃ દોષનો પ્રભાવ વધી જાય છે.  આ સાથે જ લગ્નેશનો છઠ્ઠો, આઠમો, બારમા ભાવમાં થવા અને લગ્નમાં રાહુના હોવા પર પણ પિતૃ દોષ લાગે છે. પિતૃ દોષને કારણે વ્યક્તિનુ જીવન પરેશાનીઓથી ભરાય જાય છે. 
 
પિતૃ દોષ ઉપાય - આ દોષથી મુક્તિ માટે અમાસના દિવસે પિતર સંબંધિત કાર્ય કરવા જોઈએ. પિતરોનુ સ્મરણ કરી પિંડ દાન કરવુ જોઈએ અને પોતાની ભૂલો માટે માફી પણ માંગવી જોઈએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર