અમે અમેઠીમાં જ અમારી દુનિયા વસાવી લીધી છે - મંજૂ વિશ્વાસ સાથે વાતચીત

સોમવાર, 21 એપ્રિલ 2014 (15:55 IST)
વેબદુનિયાના સંપાદક જયદીપ કર્ણિક સાથેની વાતચીત દરમિયાન મંજૂ કહે છે કે અમે અહી જમીન ખરીદી લીધી છે. અને બાળકોને જ અહીની શાળામાં પ્રવેશ પણ અપાવી દીધો છે. આ કોઈ પોલિટિકલ સ્ટંટ નથી. 

તેઓ કહે છે કે અમેઠીમાં કશુ જ કામ થયુ નથી. આટલા મોટા અમેઠીમાં એક જ સારી શાળા છે. જે સ્થાન પર તે રહેતી હતી ત્યા ઓછામાં ઓછી 10 સારી શાળાઓ છે અને અહી સમગ્ર વિધાનસભા ક્ષેત્રમાં ફક્ત 5 શાળા છે. જેમાંથી ફક્ત અમેઠીમાં એક પબ્લિક છે.  
 
વિસ્તૃત ઈંટરવ્યુ માટે વીડિયો પર ક્લિક કરો.. 

જ્યારે તેમણે પૂછવામાં આવ્યુ કે કુમારે કવિતા છોડી રાજનીતિની રાહ અપનાવી છે શુ તેની સૌથી વધુ અસર તમારા પર પડી છે ?  કેટલુ મુશ્કેલ છે આ સફરમાં સાથ આપવો  ?  તે કહે છે કે હુ દરેક રીતે મારા પતિની સાથે છુ. રાહુલ ગાંધી  વિશે મંજૂ કહે છે કે અહીના લોકોમાં રાહુલ પ્રત્યે નારાજગી છે.  પણ કોઈ અન્ય પાર્ટીએ અગાઉ ક્યારેય અહી કોઈ ઉમેદવાર જ ઉભા નથી કર્યા. આ લોકોની મજબૂરી છે રાહુલ ગાંધી. 65 વર્ષ પછી લોકોને તેમના વિરુદ્ધ જવાની તક મળી છે. 

આપની લહેર નહી હોવાની વાત પર તે કહે છે કે આ વાતનો નિર્ણય તો જનતા કરશે. જો કે તે માને છે કે આ પાર્ટી હજુ શીખી રહી છે. અને ભૂલ થઈ જાય છે. અમે દરેક ભૂલ પરથી કંઈક શીખવા માંગીએ છીએ. તે કેજરીવાલ દ્વારા દિલ્હીના સીએમ પદ પરથી રાજીનામુ આપવાના નિર્ણયને પણ યોગ્ય સમજે છે.  

 

 

વેબદુનિયા પર વાંચો