ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ચૂંટણીમાં રંગ જામતો જાય છે આજે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સવાર સાંજ જયારે યુવાઓને ભરમાવનારા ભાષાણો આપવામાં વ્યસ્ત હોય છે ત્યારે રાજ્યનું યુવાધન બેરોજગારીના ભરડામાં અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યું છે. ફક્ત સૌરાષ્ટ્રમાં પોણા ચાર લાખ શિક્ષિત બેરોજગારો હોય અને મુખ્યમંત્રીશ્રી દેશમાં ગુલબાંગો મારતા હોય કે ગુજરાતમાં જરાય બેરોજગારી નથી, તો આ વાત સાંખી લેવા યોગ્ય નથી જ. ગુજરાતમાં જેમને નોકરી નથી મળી તેવા લાખો યુવાનોની હાલત તો કફોડી છે જ, પણ જેમને ગુજરાત સરકારની શોષણકારી હંગામી કરાર આધારિત નોકરીઓ મળી છે તેઓ પણ અત્યંત દુખી છે. માત્ર 5300 પગારઅને 11 મહિનાના કરાર આધારિત કે પછી સળંગ 5 વર્ષ સુંધી 5300 પગારે આજની મોંઘવારીમાં જીવન કઈ રીતે વિતાવવું એ રાડોની ઘડિયાળ પહેરતા અને હેલીકોપ્ટરો માં વિહારતા મુખ્યમંત્રીશ્રી સમજી શકે એ આશા રાખવી પણ વ્યર્થ છે. અરે 11 મહિનાના કરાર આધારિત નોકરી સંબંધિત એક કેસમાં હાઈ-કોર્ટના નિર્ણય (કે જ્યાં સુંધી નિયમિત ભરતી ન થાય ત્યાં સુંધી કરાર આધારિત લોકોને ચાલુ રહેવા દેવા અને દર 11 મહીને પસંદગી પ્રક્રિયાના તાયફા ન કરવા) ને પણ સાર્વત્રિક રીતે અમલમાં મુકતા જોર આવે છે. આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીશ્રીના દરેક ભરમાવનારા દાવાઓની પોકળતા જનતા સમક્ષ છતી કરવા પ્રતિબદ્ધ છે.
આમ આદમી પાર્ટીની યુવા પાંખ "છાત્ર યુવા સંઘર્ષ સમિતિ" (CYSS) નું અમદાવાદ એકમ મુખ્યમંત્રીશ્રીના દવાની પોલ ખોલવા આજે 11:00 થી 3:00 દરમ્યાન એલ. ડી. એન્જીનીયરીંગ કોલેજ આગળ એક યુવા ચેતના કાર્યક્રમ કરશે, અને છાત્ર અને યુવા સમાજને મુખ્યમંત્રીશ્રીની યુવાઓ પ્રત્યેની બેદરકારીનો ચિતાર આપશે. ત્યારબાદ, 3:00 વાગે તેઓ ગાંધીનગર તરફ રવાના થશે અને લગભગ 5:00 વાગે શિક્ષણમંત્રીશ્રીને એક આવેદન પત્ર આપશે.