ભારત-અમેરિકા સંબંધો વધશે- પ્રણવ

વાર્તા

ગુરુવાર, 6 નવેમ્બર 2008 (12:58 IST)
વિદેશ મંત્રી પ્રણવ મુખરજીએ આજે ભારત અમેરિકા સંબંઘોને મહત્વના ગણાવતાં કહ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને લઇને આ સંબંધો વધુ ગાઢ બનશે.

ભૂટાનના પાંચમા રાજા જિગ્મે ખેસર નમગ્યાલ વાંગચુકેના રાજ્યાભિષેક સમારોહમાં ભાગ લેવા આવેલ પ્રણવ મુખરજીએ સમાસાચર સંસ્થા સાથે વાત કરતાં કહ્યુ હતું કે, અમેરિકાના નવા રાષ્ટ્રપતિને તેમણે અભિનંદન આપતાં કહ્યું કે આ એક મોટું પરિવર્તન છે.

તેમણે કહ્યું કે, ઓબામાની પસંદગીએ સાબિત કરી દીધું છે કે, લોકતંત્રમાં સામાજિક પૂર્વગ્રહો અને અન્ય પ્રકારની માનસિકતાઓને તીલાંજલી આપી શકાય છે. અમેરિકાની પ્રજાએ એ કરી બતાવ્યું છે. જનતાના સાથ વિના આ અશક્ય છે. વધુમાં તેમણે કહ્યું કે, આનાથી અણું કરાર ઉપર કોઇ આપત્તિ નહીં આવે.

વેબદુનિયા પર વાંચો