ભારતની મોટી સફળતા: કલામ

વાર્તા

રવિવાર, 9 નવેમ્બર 2008 (08:36 IST)
પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે આજે ચન્દ્રયાન પ્રથમ ચન્દ્રની કક્ષામાં સ્થાપિત થવું એ ભારતની સૌથી મોટી સિદ્ધી છે.

ડૉ. કલામે અહી એક સભાનું સંબોધન કરતા જણાવ્યુ હતું કે ભારતીય અવકાશ વૈજ્ઞાનિકો પૂર્વ નિર્ધારિત યોજના અનુસાર ચન્દ્રયાન પ્રથમને ચન્દ્રની કક્ષામાં સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે. જે ભારતની મોટી ઉપલબ્ધી છે.

અત્રે ઉલ્લેખનીય છે, કે ઈસરો દ્વારા શનિવારે સાંજે ચન્દ્રયાનને ચન્દ્રની કક્ષામાં સ્થાપિત કર્યુ હતું. આ ચન્દ્રયાન પૃથ્વીના ગુરુત્વાકર્ષણબળને ત્યજી ચન્દ્રની કક્ષામાં પહોચી ગયુ છે.

વેબદુનિયા પર વાંચો