અમદાવાદમાં અધિકારીઓના ફતવાનો વિવાદ હાઈકોર્ટમાં

સોમવાર, 11 મે 2020 (17:18 IST)
ગુજરાતમાં અમદાવાદ રેડઝોનમાં આવે છે અહીં કોરોનાને કાબૂમાં લેવા માટે અધિકારીઓ જે નિયુક્ત થયા છે તેઓ જે રીતે એક બાદ એક ફતવા બહાર પાડે છે અને લોકોને ઘરમાંથી રોડ ઉપર આવી જવા માટે દોટ લગાવી પડે તેવી સ્થિતિ બનાવે છે તેની સામે હવે ગુજરાત હાઈકોર્ટમાં એક જાહેર હીતની અરજી થઇ છે. હાલમાં જ અમદાવાદમાં ઓચિંતુ જાહેર કરાયું કે મધરાત બાદ શાકભાજી અને આવશ્યક ચીજોની દુકાનો બંધ રહેશે અને અમદાવાદના લાખો લોકોને રોડ ઉપર આવી જવું પડ્યું તા. 17 સુધી ઘરમાં શાકભાજી અને આવશ્યક ચીજો રહે તે જરુરી હતું. આ સ્થિતિને કારણે જે સોશ્યલ ડિસ્ટન્સ વગેરેના છોતરા ઉડયા અને અધિકારીઓ જે રીતે લોકોને ઉભા પગે રાખે છે તેની સામે હર્ષિત શાહ નામના એક વ્યક્તિએ હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી કરીને અધિકારીના ફતવા રોકવા અને પરિસ્થિતિ માટે તેમને જવાબદાર બનાવવા માગણી કરવામાં આવી છે જે અંગે હવે હાઈકોર્ટમાં સુનાવણી કરશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર