ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમીનો પારો પણ વધી રહ્યો છે. રવિવારે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગરમી 42 ડિગ્રીને પાર થઈ ગઈ હતી. અતિ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. બપોરના સમયમાં તો ઘરે રહેવું પણ લોકો માટે મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે પણ આવનાર બે દિવસ સુધી અમદાવાદ, બનાસકાંઠા, સુરત તેમજ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે હિટવેવની આગારી કરી છે. છેલ્લા 2 મહિનાથી વધારે સમયથી લોકો કોરોના મહામારી સામે લડી રહ્યા છે. ત્યારે આ વર્ષે સમગ્ર મે મહિનામાં ગરમીનો પારો પણ દિવસે-દિવસે વધ્યો છે. મહિનાની શરૂઆતથી જ રાજ્યના કેટલાક શહેરોમાં 40થી 42 ડિગ્રી સુધી ગરમી પડી રહી છે. બપોરના સમયે ગરમીથી ઉકળાટ થતા શરીર પરસેવાથી લોથપોથ થઈ જાય છે. અતિ ગરમીના કારણે લોકોના સ્વાસ્થ પર પણ ખરાબ અસર પડી રહી છે. ત્યાર મહિનાના અંતે પણ ગરમીનો પારો વધી રહ્યો છે. છેલ્લા બે દિવસ રાજ્યના મોટાભાગના શહેરોમાં હિડવેવની આગાહી છે.