ભગવાન જગન્નાથની રથયાત્રા જુઓ તસ્વીરોમાં

P.R

આજે અષાઢી બીજ એટલે કે એ દિવસ જ્યારે ભગવાન જગન્નાથ , સુભદ્રા અને બલરામજીની સાથે નગર ચર્યા કરવા નીકળે છે. અમદાવાદમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પહિંદ વિધિ બાદ રથયાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું.


P.R

14 કિલોમીટર લાંબી રથયાત્રાના રૂટમાં લાખ્ખોની સંખ્યામાં ભક્તો જોડાઇ રહ્યા છે. રથયાત્રાની આગેવાની 18 ગજરાજો કરી રહ્યા છે, આ 18 ગજરાજોમાં 17 હાથણી અને 1 માત્ર હાથી છે. ગજરાજોને પણ વિશેષ રીતે શણગારવામાં આવ્યા છે.
P.R

P.R

2 હજારથી વધુ સાધુ સંતો આ રથયાત્રામાં જોડાયા છે, અને 1 હજારથી વધુ ખલાસીઓ રથ ખેંચી રહ્યા છે.. આ રથયાત્રામાં 30થી વધુ અખાડાઓ જોડાયા છે.

P.R

રથયાત્રામાં 25 હજાર કિલોગ્રામ પ્રસાદનું વિતરણ થશે, 200 કિલો કેરી અને 200 કિલો કાકડીના પ્રસાદનું પણ વિતરણ થશે. આ રથયાત્રામાં 18 ભજન મંડળીઓ જોડાઇ છે. રથયાત્રામાં કુલ 98 જેટલા ટ્રકો જોડાયા છે, સૌથી સુંદર રીતે શણગારવામાં આવેલા ટ્રકને ઇનામ આપવામાં આવશે.

P.R


સાંજે 8.30 વાગ્યે ભગવાન જગન્નાથ નિજ મંદિર પરત ફરશે

P.R

હત્વપૂર્ણ છે કે જગન્નાથ મંદિરમાં પ્રાર્થન બાદ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે તેમણે ભગવાન જગન્નાથ પાસે આશીર્વાદ માંગ્યા કે ગુજરાત શાંતિ, ભાઇચારા અને સદભાવનાના માર્ગ પર આગળ વધે. ભગવાનના આશીર્વાદથી રાજ્યનો વધુને વધુ વિકાસ થાય. ગુજરાતના ગરીબમાં ગરીબ વ્યકતિ સુધી અને ગામડાના ખેડૂત સુધી ભગવાન જગન્નાથના આશીર્વાદ પહોંચે. ભગવાનની કૃપાથી આ વર્ષે સારો વરસાદ થાય અને રાજય પર કૃપા વરસે.
P.R

વેબદુનિયા પર વાંચો